Wednesday, September 29, 2021
Homeરાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના 29 ડેમની સપાટીમાં વધારો
Array

રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના 29 ડેમની સપાટીમાં વધારો

રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના 29 ડેમની સપાટીમાં વધારો થયો છે તેમ સત્તાવાર સૂત્રોનું કહેવું છે. જો કે, સ્પષ્ટ ચિત્ર સોમવારે મળશે. દમણ ગંગા ડેમના 2 ગેટ ખોલવા પડ્યા હતા. નર્મદા ડેમમાં એક દિવસમાં 10 સે.મીનો વધારો થયો છે. વરસાદને કારણે 22,772 કયુસેક પાણીની આવક થતા સપાટી 115.37 મીટર પર પહોંચી છે.

નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા પાણીની આવકમાં વધારો નોંધાયો છે. જેની સામે કેનાલમાં માટે 4230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. એટલે નર્મદા બંધમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજયના ઉકાઇ, વાત્રક, મેશ્વો, વણાંકબોરી, પાનમ, કડાણા, કરજણસુખી, દાંતિવાડા સહિતના ડેમમાં પાણીની આવક વધી છે.

6 જિલ્લાના 55 રસ્તા બંધ, 41 ગામમાં વીજળી બંધ

રાજકોટ જિલ્લામાં એક સ્ટેટ હાઇવે સહિત કુલ 55 રસ્તા બંધ થયા છે. છોટા ઉદેપુરમાં પંચાયતના 19, તાપીમાં પંચાયતના 3, વલસાડમાં પંચાયતના 24 અને અન્ય 1, ડાંગમાં પંચાયતમાં 2, રાજકોટમાં સ્ટેટ હાઇવે એક અને પંચાયત 3 અને અન્ય એક માર્ગ તેમજ જૂનાગઢમાં એક પંચાયતનો માર્ગ એમ 6 જિલ્લામાં કુલ 55 રસ્તા બંધ થયા છે. જયારે પીજીવીસીએલ હસ્તકના 41 ગામમાં વીજ પાવર ખોરવાયો હોવાનું ઉર્જા વિભાગે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments