સુરક્ષા : ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો, 8 અપાચે હેલિકોપ્ટર સેનામાં સામેલ

0
24

ભારતીય વાયુસેના હવે વધુ મજબૂત થઇ છે. વિશ્વના સૌથી સારા લડાકુ હેલિકોપ્ટરમાંનું એક અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયું છે. વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ બી.એસ.ધનોઆની હાજરીમાં પંજાબના પઠાણકોટ એરબેસ પર 8 અપાચે હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા છે.

60 ફૂટ ઉંચા અને 50 ફૂટ પહોળા હેલિકોપ્ટરને ઉડાવવા માટે 2 પાયલટ હોવાની જરૂર છે. અપાચે હેલિકોપ્ટરના મોટા વિંગને ચલાવવા માટે 2 એન્જિન હોય છે. આ કારણોસર તેની સ્પીડ વધુ હોય છે. અપાચેમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઈલ લાગેલી હોય છે. જેમાં સેન્સર પણ હોય છે.

જેના કારણે હેલિકોપ્ટર રાત્રે પણ ઓપરેશનને અંજામ આપી શકે છે. અપાચે હેલિકોપ્ટરની સ્પીડ 293 કિમીની ઝડપે ઉડી શકે છે. અપાચે હેલિકોપ્ટરની ડિઝાઈન એ રીતે બનાવવામાં આવી છે કે તેને રડારમાં પકડવું મુશ્કેલ હોય છે.

યુદ્ધમાં ટેન્કથી લઈને છુપાઈને હુમલો કરતા આતંકવાદીઓ પર હુમલો કરવામાં અપાચે હેલિકોપ્ટરની મહત્વની ભૂમિકા છે. અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાનની પહાડીઓમાં છુપાયેલા તાલિબાનીઓને નષ્ટ કરવા માટે અપાચેનો ઉપયોગ કર્યો હતો.

બોઈંગે અત્યાર સુધી વિશ્વમાં 2200 અપાચે હેલિકોપ્ટર સોંપ્યા છે. 2020 સુધીમાં ભારતીય વાયુસેનામાં 22 અપાચે હેલિકોપ્ટર સામેલ કરવામાં આવશે. જેમાંથી 8 હેલિકોપ્ટર આજે સામેલ કરી દેવામાં આવ્યા છે.

અપાચે હેલિકોપ્ટર સિયાચીનમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે. તેમજ રાત્રી દરમિયાન પણ ઉડાન ભરી શકે છે. યુદ્ધ સમયે અપાચે યુદ્ધ મેદાનની તસ્વીરો પણ લઈ શકે છે. અપાચેમાં 30 મીમીની M230 ઓટોમેટિક ગન લાગેલી છે. જેનાથી 1200 રાઉન્ડ ફાયરિંગ કરી શકાય છે.

આમ દુનિયાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંના એક અપાચે આજે સેનામાં સામેલ કરવામાં આવ્યાં છે. જ્યારે તેનાથી પણ ખાસ વાત એ છે કે તેને વિંગ કમાન્ડર અભિનંદન એકવાર ફરી એકલા ઉડાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here