Thursday, August 5, 2021
No menu items!
Homeહળવદ હાઇવે પર L & T ની બેદરકારીને કારણે વધતા અકસ્માત.
Array

હળવદ હાઇવે પર L & T ની બેદરકારીને કારણે વધતા અકસ્માત.

હળવદ : હળવદ-ધાંગધ્રા હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા પાસે રોડ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે છેલ્લા પંદર દિવસમાં અહીં પાંચ જેટલા અકસ્માતના બનાવો બન્યા છે તેમ છતાં પણ L & T ની જાણે કે કોઈ જવાબદારી જ ન બનતી હોય તેમ ચૂપચાપ અકસ્માતના બનાવો જોવી રહી છે જેને કારણે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.
હળવદ ના હાઈવે પર પસાર થતાં વાહનો જો ટોલ ન ભરે તો લુખ્ખાઓની માફક વાહનચાલકો નો પીછો કરી L & T દ્વારા રખાયેલા લોકો તોલ વસૂલતા હોય છે તેમજ આ હાઈવે રોડ પર રોજબરોજ બનતા અકસ્માત સમયે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટેની એમ્બ્યુલન્સ ટોલ નાકે મૂકવામાં આવતી હોય છે પરંતુ L & T ના કર્મચારીઓને જાણે ટોલ ઉઘરાવવામાં જ રસ હોય તેમ ખરાબ થઈ ગયેલા રસ્તાનું સમારકામ કરવાની તેમજ બંધ પડેલ એમ્બ્યુલન સેવા ચાલુ કરવાની તસ્દી પણ લેવાતી નથી સાથે જ હાઈવે પર અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે.
ત્યારે હળવદ ધાંગધ્રા રોડ પર કોયબા ગામના પાટિયા નજીક રોડ એટલી હદે ખરાબ થઈ ગયું છે કે અહીં છેલ્લા પંદર દિવસમાં જ પાંચ જેટલા અકસ્માતના બનાવો બનવા પામ્યા છે તેમ છતાં પણ હજુ સુધી અહીં રોડ રીપેરીંગ કરવામાં નથી આવતો જેના કારણે અહીંથી વાહનચાલકો જીવના જોખમે પસાર થતાં હોય છે જેને કારણે ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments