પાંચ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભા મહિલાઓના મૃત્યુદરમાં વધારો

0
4

યુનાઈટેડ નેશન્સના ચિંતાજનક અહેવાલમાં કહેવાયું હતું કે કોરોનાના કારણે ભારતના સમગ્ર સ્વાસ્થ્ય ક્ષેત્રનું ધ્યાન મહામારી રોકવા તરફ હતું, તેના કારણે પાંચ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભા મહિલાઓના મૃત્યુદરમાં વધારો થવાની શક્યતા છે. સપ્ટેમ્બર સુધી હજુ પણ સિૃથતિ ગંભીર હોવાનું કહેવાયું હતું.

યુનિસેફ, વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઈઝેશન અને યુએન પોપ્યુલેશન ફંડના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતમાં ચાલુ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં હજુ પણ બાળકો અને સગર્ભા મહિલાઓના મૃત્યુદરમાં 8000નો વધારો થશે. સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ધ્યાન કોરોનાને રોકવા તરફ હોવાથી અન્ય સ્વાસ્થ્ય ક્ષેત્રની સેવા પર ગંભીર અસર થઈ છે. તેના કારણે બાળકો અને ગર્ભવતી મહિલાઓની સારવારમાં જોઈએ એટલું ધ્યાન આપી શકાયું નથી.

અહેવાલ પ્રમાણે ઓક્ટોબર-2020થી સપ્ટેમ્બર-2021 દરમિયાન ભારતમાં પાંચ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભ મહિલાઓનાં મૃત્યુદરમાં વધારો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. ભારત-બાંગ્લાદેશ-પાકિસ્તાન-નેપાળ-અફઘાનિસ્તાન-શ્રીલંકામાં બાળકો અને મહિલાઓના મોતનો આંકડો 2.28 લાખને પાર પહોંચી તેવી શક્યતા છે.

યુએનની એજન્સીઓએ આગામી મહિનાઓમાં આ દિશામાં ધ્યાન આપીને યોગ્ય પગલાં ભરવાની સલાહ આપી છે. ખાસ તો ભારતની વસતિને ધ્યાનમાં રાખીને ભારતમાં પાંચ વર્ષથી નીચેના બાળકો અને ગર્ભવતી મહિલાઓની સારવારમાં કોઈ જ બાંધછોડ ન થાય તેવા પગલાં ભરવા જરૂરી હોવાનું યુએને કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here