શિયાળામાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આવી ભૂલ ન કરશો!

0
0

શિયાળામની મોસમમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. ઠંડા હવામાનમાં હાર્ટ એટેક વધુ તીવ્ર અને ગંભીર હોય છે. એક અહેવાલ મુજબ 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરીની વચ્ચે હૃદયરોગને લગતા મૃત્યુદરમાં તીવ્ર વધારો થાય છે.

શિયાળાના મહિનાઓમાં દિવસના કલાકોમાં પરિવર્તન આવે છે, આ પરિવર્તનને કારણે કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સંતુલન પણ બગડે છે, જેનાથી હૃદય પર વધારાનું દબાણ આવે છે. ઠંડા તાપમાનને કારણે ધમનીઓ કઠણ બને છે, લોહીનો પ્રવાહ અવરોધે છે. આ હૃદયને ઓક્સિજન સપ્લાય ઘટાડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. તેવું નિષ્ણાંતનું કહેવું છે.

ઠંડા વાતાવરણમાં, હૃદયને વધુ ઓક્સિજનની જરૂર હોય છે કારણ કે શરીરમાં ગરમી જાળવવા માટે ઘણું કામ કરવું પડે છે. અભ્યાસના આંકડા પરથી ફલિત થાય છે કે, સવારે હાર્ટ એટેક અને હ્રદયરોગ સંબંધિત સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સવારે જોખમ વધુ!!!

સવારે બ્લડ પ્રેશર વધવાના કારણે મોટાભાગના લોકોને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવે છે. શિયાળાના વહેલા અંધકારને કારણે લોકો તેમના મોટાભાગના કામ સવારે વહેલા કરે છે. પ્રવૃત્તિઓના સમયમાં બદલાવને કારણે તેની અસર શરીર પર પણ પડે છે, જેના કારણે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધે છે અને હોર્મોન્સ પણ બદલાય છે.

આટલું ધ્યાન રાખવુ જરૂરી છે!!!

15 મિનિટથી વધુ સમય માટે કોઈપણ દબાણવાળી અને સખત કસરત ન કરો. બહાર જતા પહેલા તમારી પલ્સ તપાસો. કસરત પછી તરત જ કોફી અથવા સિગરેટ ન પીવો કારણ કે કેફીન અને નિકોટિનને કારણે હૃદય પર દબાણ વધે છે. શિયાળામાં તહેવારોને લીધે ઘણી રજાઓ હોય છે અને આ સમય દરમિયાન લોકો ખાવા પીવામાં ઘણી પ્રકારની બેદરકારી રાખે છે. ઠંડા વાતાવરણમાં ખૂબ ખાય છે તેઓ ધૂમ્રપાન કરે છે, જેનાથી તેમનું વજન વધે છે. આ બધી ચીજો હૃદયરોગના જોખમને વધારે છે. તળેલા ખોરાક ખાવાનું ટાળો અને આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here