હળવદ પંથકમાં વધતો રોગચાળો, આરોગ્ય તંત્ર તાત્કાલિક કામગીરી કરે તેવી માંગ.

0
0
હળવદ શહેરમાં પાણી જન્ય મચ્છર જન્ય વાઇરલ ઇન્ફેક્શન તેમજ તાવના દર્દીઓ ઝાડા ઉલ્ટી ટાઈફોડ, મેલરીયા ના ચિંતાજનક કેસો ધ્યાને આવ્યા છે, હળવદ શહેર અને પંથકમાં વરસાદની ઋતુ અને પાણીજન્ય રોગ ના કારણે વધુ પ્રમાણમાં તાવ શરદી વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટી મેલરીયા જીવા અનેક કેસો જોવા મળયા છે.
હળવદ સરકારી હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનામાં શહેરી અને ગ્રામ્ય પંથકના સાત હજારથી વધુ (ઓપીડી) લોકો સરકારી દવાખાને સારવાર લેવા માટે આવ્યા હતા તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં હળવદ સરકારી હોસ્પિટલમાં સાતસો થી વધુ ઓપીડી જોવા મળી ચોમાસાના વરસાદી માહોલમાં દર્દીઓ પરેશાન બની રહ્યા છે ત્યારે તંત્ર કુભંકરણ નિદ્રામાંથી જાગીને છેવાડાના વિસ્તારમાં દર્દીઓના વારે દોડે તેવી દર્દીઓની આતુરતા જોવા મળી રહી છે, હળવદ શહેર અને પંથક છેવાડા ના વિસ્તારમા દવાનો છંટકાવ કરી અન્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની માગણી ઉઠવા પામી છે શેરી એ ગલી ગામડે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દવાનો છટકાવ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી ઉઠવા પામી છે.
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી અંત્યત ડોહળુ આવતુ હોવાથી પાણીજન્ય રોગ વકરી રહ્યા છે? તેવા અણસાર જોવા મળી રહ્યા છે હળવદ ના લોકો ની માગણી અને લાગણી ઉઠવા પામી છે કે છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી એકદમ ડોહળુઅને લાલ કલરનું આવે છે જે ના કારણેપાણીજન્ય રોગ દિનપ્રતિદિન વકરી રહ્યા છે,તેવુ લોકો માં ચર્ચાય રહયુ છે, જેના કારણે લોકોમાં રોગચાળાનો ભઈ ઝઝૂમી રહ્યા નુ લોકો જણાવી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દવાનો છટકાવ કરી આ ડોહાળા પાણી નો લોકોને છુટકારો અપાવે તેવી હળવદ વાસીસીઓની માગણી અને લાગણી ઉઠવા પામી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here