અવિશ્વસનીય ઘટના : ગર્ભાશય વગર જન્મેલી મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો

0
0

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 32 વર્ષીય મહિલાએ ગર્ભાશય વગર એક બાળકીને જન્મ આપ્યો. આ સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે કોઈ મહિલા ગર્ભાશય વગર કેવી રીતે બાળકને જન્મ આપી શકે છે. પરંતુ આ હકીકત છે અને આવું થયું છે.

32 વર્ષની અમાન્દા ગ્રુએનલ નામની મહિલા ગર્ભાશય વગર જન્મી હતી અને તેને આ વર્ષે માર્ચમાં સફળતાપૂર્વક એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. આ અશક્ય ઘટના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટના કારણે શક્ય બની.

17 વર્ષની ઉંમરમાં ખબર પડી કે ગર્ભાશય નથી
17 વર્ષની ઉંમરમાં અમાન્દાને ખબર પડી કે, તેને ગર્ભાશય નથી. જ્યારે તે પોતાના પિરિઅડ મિસ કરી રહી હતી અને સારવાર માટે એક ડૉક્ટરની પાસે ગઈ, ત્યારે તેને ખબર પડી કે તેને ગર્ભાશય નથી. દરેક મહિલાઓમાં ગર્ભાશય હોય છે, જેનો નાસપતિ જેવો આકાર હોય છે. જ્યારે આ ભ્રૂણમાં ઈંડા અને શુક્રાણુ દ્વારા ગર્ભાધાન થાય છે ત્યારે તે ગર્ભમાં એક બાળક તરીકે વિકસિત થાય છે.

પિરિઅડ્સમાં નહોતી થતી
અમાન્ડાએ ઇનસાઇડ એડિશન સાથે વાત કરતાં જણાવ્યું કે, જ્યારે હું 16 વર્ષની હતી, ત્યારે મને લાગ્યું કે કંઈક સમસ્યા છે. હું પિરિઅડ્સમાં નહોતી થતી. જ્યારે હું 17 વર્ષની થઈ ત્યારે મને ખબર પડી કે, મારે ગર્ભાશય નથી. મને યાદ છે કે, ડૉક્ટરે મને કહ્યું હતું કે, હું ક્યારેય બાળકને જન્મ નહીં આપી શકું. પરંતુ સફળતાપૂર્વક ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થયું અને IVF દ્વારા તે સફળતાપૂર્વક પ્રેગ્નન્ટ થઈ અને એક બાળકીને જન્મ આપ્યો જેનું નામ તેને ગ્રેસ રાખ્યું છે. આ આખી ઘટના મારા માટે અવિશ્વસનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here