Friday, September 17, 2021
HomeIND V/S SL : ટીમનાં સૌથી વરિષ્ઠ કેપ્ટન તરીકે ધવનની પહેલી T-20
Array

IND V/S SL : ટીમનાં સૌથી વરિષ્ઠ કેપ્ટન તરીકે ધવનની પહેલી T-20

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ સમાપ્ત થઈ ચૂકી છે. જે સિરીઝને ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી લીધી હતી. વનડે પછી હવે બંને ટીમો 3 મેચની T-20 સિરીઝ રમવા જઈ રહી છે. T-20 વર્લ્ડ કપ પહેલા આ ટીમ ઈન્ડિયાની છેલ્લી સિરીઝ રહેશે. જેના કારણે આ મેચમાં ભુવનેશ્વર કુમારથી લઇને બીજા ઘણા ક્રિકેટર્સ નવા રેકોર્ડ બનાવી શકે છે. ચલો શ્રીલંકા અને ભારત વચ્ચેની T20 સિરીઝના તમામ મુખ્ય રેકોર્ડ્સ અને આગામી લક્ષ્યો પર નજર કરીએ…..

T-20માં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે

  • અત્યારસુધી ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે કુલ 19 T-20 મેચ રમાઈ છે, જેમાથી 13 મેચ ઈન્ડિયા અને 5 મેચ શ્રીલંકાએ જીતી છે.
  • શ્રીલંકા પાસે ઈન્ડિયન ટીમ સામે પહેલી સિરીઝ જીતવાની તક રહેશે. બંને ટીમ વચ્ચે કુલ 4 ઈન્ટરનેશનલ સિરીઝ રમાઈ છે, જેમાં ઈન્ડિયાએ 3 સિરીઝ જીતી છે તો 1 ડ્રો રહી છે.
  • શિખર ધવન ઈન્ડિયન ટીમનો સૌથી વરિષ્ઠ T-20 ફોર્મેટના કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ રમશે. ધવન 35 વર્ષ 232 દિવસની ઉંમરે કેપ્ટન તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
  • આની પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, એણે T20 ફોર્મેટમાં 30 વર્ષ 234 દિવસની ઉંમરે ઈન્ડિયન ટીમમાં કેપ્ટન તરીકે પહેલી મેચ રમી હતી.
  • ધવન અને રોહિતે શ્રીલંકા સામેની T20 મેચમાં કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ રમી હોવાનો સંયોગ જોવા મળશે. રોહિત શર્માએ 2017માં શ્રીલંકા સામે 30 વર્ષની ઉંમરે કેપ્ટન તરીકે પહેલી મેચ રમી હતી.
  • પૃથ્વી શો 21 વર્ષ 258 દિવસની ઉંમરે ત્રણેય ફોર્મેટમાં ઓપન કરનારો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બનશે.
  • હાર્દિક પંડ્યા T20 ઈન્ટરનેશનલમાં 50 વિકેટ પૂરી કરી શકે છે, અત્યારે તે માત્ર 9 વિકેટ દૂર છે. જ્યારે બેટિંગમાં પણ હાર્દિક પંડ્યા પોતાના અંગત 500 T20 રનના પડાવથી માત્ર 26 રન દૂર છે.
  • ભુવનેશ્વર કુમાર પણ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં વિકેટની અર્ધસદીથી માત્ર 5 વિકેટ દૂર છે. વળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250 વિકેટ પૂર્ણ કરવા માટે ભુવીને માત્ર 1 વિકેટની જરૂર છે.
  • દુષ્મંતા ચમિરાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ માર્ક પૂરો કરવા માટે 7 વિકેટની જરૂર.
ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. ફાઇલ ફોટો
ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. ફાઇલ ફોટો

લગભગ 5 વર્ષ બાદ ઈન્ડિયા રોહિત-કોહલી વિના T-20 સિરીઝ રમશે
ટીમ ઈન્ડિયા 2016 પછી (લગભગ 5 વર્ષ) વિરાટ-રોહિતની ગેરહાજરીમાં T-20 સિરીઝ રમવા જઈ રહી છે. છેલ્લીવાર ઈન્ડિયન ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ 3 મેચની T-20 સિરીઝ રમી હતી. જેમા કોહલી અને રોહિત બંને ટીમની પ્લેઇંગ-11માં સામેલ નહોતા. ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. બંને દિગ્ગજો અત્યારે ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટની સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે, જે 4 ઓગસ્ટથી શરૂ થશે.

  • આ સિરીઝના દ્રષ્ટિકોણથી જોવા જઇએ તો શ્રીલંકન ટીમ છેલ્લા કેટલાય મહિનાઓથી સિરીઝ જીતવામાં સક્ષમ રહી નથી. તેથી તે પણ આ મેચને જીતીને ઈન્ડિયન ટીમ પર પ્રેશર બનાવવા મેદાનમાં ઉતરશે.
  • તો બીજી બાજુ ઈન્ડિયન ટીમનો પ્લાન પણ સ્પષ્ટ રહેશે કે તે આગામી T-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાની પ્લેઇંગ-11ની પંસદગી કરશે. જેમાં વધુમાં-વધું યુવા ચહેરાને તક આપી વર્લ્ડ કપ જીતવાની તૈયારીઓ કરાશે.

ઈન્ડિયન ટીમનો ગેમ પ્લાન તથા સંભવિત પ્લેઇંગ-11
ઓપનિંગ જોડીઃ વનડે મેચના પ્રદર્શનને જોતા T-20 સિરીઝમાં પણ શિખર ધવન અને પૃથ્વી શૉ ઓપનિંગ કરી શકે છે. બંનેની જોડીએ ટીમને એક મજબૂત શરૂઆત આપી હતી.
અટકળોઃ દેવદત્ત પડ્ડીકલનું IPL ફોર્મ જોતા એની પસંદગી થાય એવી ફેન્સ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ પૃથ્વી શૉ અને ધવનની જોડી વચ્ચે લય જામી ગઈ હોવાથી પડ્ડીકલના ઓપનર તરીકે રમવાના ચાન્સ ઘણા ઓછા જણાઈ રહ્યા છે.

મિ઼ડલ ઓર્ડરઃ શ્રીલંકા સામેની છેલ્લી 2 વનડેથી ઈન્ડિયન ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન કંઇ ખાસ પ્રદર્શન દાખવી શક્યા નથી. જેને જોતા મનીષ પાંડેના સ્થાને નીતીશ કુમારને વધુ એક તક અપાશે એવું લાગી રહ્યું છે. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવનું સ્થાન તો ફિક્સ જ રહેશે, કારણ તે એણે વનડેમાં સારુ પ્રદર્શન દાખવ્યું હતું.

વિકેટકીપર અને ઓલરાઉન્ડરઃ ઈશાન કિશન અને સંજૂ સેમસન બંનેનું વિકેટકીપર બેટ્સમેન તરીકે સારુ પ્રદર્શન રહ્યું છે. તેવામાં આ બંનેમાંથી કોને પહેલી મેચમાં તક મળે છે એ અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. વળી ઓલરાઉન્ડરની વાત કરીએ તો હાર્દિક પંડ્યાને હજુ T-20માં તક મળી શકે છે. ભલે એનું પ્રદર્શન વનડેમાં નિરાશાજનક રહ્યું હોય પરંતુ આગામી વર્લ્ડ કપની ઈન્ટરનેશનલ સાઇડને જોતા હાર્દિકને વધુ તક અપાશે.

બોલર્સઃ અંતિમ વનડેમાં સારું પ્રદર્શન દાખવનાર ચેતન સાકરિયા ટીમમાં તક મળી શકે છે. તો બીજી બાજુ ઈન્ડિયન ટીમના બંને મહત્ત્વપૂર્ણ બોલર્સ દીપક ચહર અને ભુવનેશ્વરની જગ્યા પણ પ્લેઇંગ-11માં ફિક્સ રહેશે એવું લાગી રહ્યું છે. આ મેચમાં વરુણ ચક્રવર્તીના IPL પ્રદર્શનને જોતા લાગે છે કે એને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11
ઈન્ડિયન ટીમઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, નીતીશ રાણા, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, ચેતન સાકરિયા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર

શ્રીલંકન ટીમઃ અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસલંકા, દસૂન શનાકા (કેપ્ટન), રમેશ મેંડિસ, ચમિકા કરૂણારત્ને, દુશ્માંતા ચમિરા, અકિલા ધનંજય અને પ્રવિણ જયવિક્રમા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments