Tuesday, September 28, 2021
HomeIND Vs AUS : ધવનની સદી, ઓસ્ટ્રેલિયાને 359 રનનો પડકાર
Array

IND Vs AUS : ધવનની સદી, ઓસ્ટ્રેલિયાને 359 રનનો પડકાર

શિખર ધવનની સદી (143) અને રોહિત શર્મા (95)ની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચોથી વન-ડેમાં 50 ઓવરમાં 9 વિકેટે 358 રન બનાવ્યા હતા. આમ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 359 રનનો પડકાર આપ્યો છે.

શિખર ધવને 97 બોલમાં 12 ફોર અને 1 સિક્સર સાથે 100 રન પૂરા કર્યા હતા. ધવને વન-ડેની કારકિર્દીની 16મી સદી ફટકારી હતી. આ પછી ધવન 143 રને કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો. ધવને 115 બોલમાં 18 ફોર અને 3 સિક્સર સાથે 143 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા 92 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 95 રન બનાવી આઉટ થયો હતો. રોહિત અને ધવન વચ્ચે પ્રથમ વિકેટ માટે 31 ઓવરમાં 193 રનની ભાગીદારી નોંધાઈ હતી. વિરાટ કોહલી 7 રને કેચ આઉટ થયો હતો. રાહુલ 26 રને ઝમ્પાનો શિકાર બન્યો હતો. પંતે 24 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 36 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે 5 વિકેટ, જ્યારે રિચાર્ડસને 3 વિકેટ ઝડપી હતી.

ચોથી ડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચોથી વનડેમાં ભારતે રિષભ પંત, ભુવનેશ્વર કુમાર, કેએલ રાહુલ અને યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપ્યું છે, જ્યારે ટીમમાં વિકેટ કિપર ધોની, અંબાતી રાયડુ, મોહમ્મદ શમી, અને રવિન્દ્ર જાડેજાને વિરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટ્ન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયન ટીમ: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), એલેક્સ કેરી(વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, પીટર હેન્ડસકોમ્બ, એષટોન ટર્નર, ગ્લેન મેક્સવેલ, શૉન માર્શ, જઈ રિચાર્ડસન, પેટ કમિન્સ, એડમ ઝાંપા અને જેસન બેહરેનડોર્ફ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments