Sunday, October 17, 2021
HomeIND VS AUS LIVE: ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો, ખ્વાજા રનઆઉટ; સ્કોર 147/4
Array

IND VS AUS LIVE: ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો, ખ્વાજા રનઆઉટ; સ્કોર 147/4

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત વિરૂદ્ધ એડિલેડમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો છે. યજમાન ટીમને ઉપરાઉપરી બે ઝટકાં વાગતાં 31 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાને 147 રન થયા છે. ભારત તરફથી મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને સફળતા મળી છે. એરોન ફિંચ માત્ર 6 રને ભુવનેશ્વરની બોલિંગમાં બોલ્ડ થયો છે. એલેક્સ કેરી 18 રને મોહમ્મદ શમીની ઓવરમાં શિખર ધવનને કેચ આપી બેઠો હતો. ઉસ્માના ખ્વાજા 21 રને રનઆઉટ થયો હતો. પીટર હેન્ડકોમ્બ 20 રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. તો ભારતે એક ફેરફાર કરતાં ખલીલ અહેમદની જગ્યાએ મોહમ્મદ સિરાઝને ટીમમાં લીધો છે. સિરાઝની આ પહેલી વનડે છે. સિડનીમાં પહેલી વનડે જીતીને ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની સીરીઝમાં 1-0થી આગળ છે. સીરીઝમાં બની રહેવા ભારતે આ મેચ જીતવી જરૂરી છે. જો ટીમ ઈન્ડિયા હાર્યું તો ફાસ્ટ પીચવાળા દેશમાં સતત બીજી સીરીઝ હારશે. આ પહેલાં ભારતીય ટીમ ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે 1-2થી સીરીઝ હાર્યું હતું.

બંને ટીમ આ પ્રમાણે છે

ભારતઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેંડ્સકોમ્બ, માકર્સ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, જે. રિચર્ડસન, નાથન લિયોન, પીટર સિડલ, જેસન બેહરેનડોર્ફ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments