Sunday, October 17, 2021
HomeIND VS AUS LIVE: ભારતની પ્રથમ વિકેટ પડી, શિખર ધવન આઉટ; ટાર્ગેટ...
Array

IND VS AUS LIVE: ભારતની પ્રથમ વિકેટ પડી, શિખર ધવન આઉટ; ટાર્ગેટ 299 રન

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત વિરૂદ્ધ એડિલેડમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમે ભારતને 299 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી છે. ભારતે 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 87 રન કર્યાં છે.

શોન માર્સે સૌથી વધુ 131 અને ગ્લેન મેક્સવેલે 48 રન બનાવ્યાં હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 અને મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. તો ભારતે એક ફેરફાર કરતાં ખલીલ અહેમદની જગ્યાએ મોહમ્મદ સિરાઝને ટીમમાં લીધો છે. સિરાઝની આ પહેલી વનડે છે.

ઓસ્ટ્રેલિયા સીરીઝમાં 1-0થી આગળ

સિડનીમાં પહેલી વનડે જીતીને ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની સીરીઝમાં 1-0થી આગળ છે. સીરીઝમાં બની રહેવા ભારતે આ મેચ જીતવી જરૂરી છે. જો ટીમ ઈન્ડિયા હાર્યું તો ફાસ્ટ પીચવાળા દેશમાં સતત બીજી સીરીઝ હારશે. આ પહેલાં ભારતીય ટીમ ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે 1-2થી સીરીઝ હાર્યું હતું.

માર્શે 10 વર્ષ પછી ભારત વિરૂદ્ધ સેન્ચુરી મારી

ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર્સ કેપ્ટન એરોન ફિંચ અને એલેક્સ કેરી શરૂઆતની આઠ ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યાં હતા. ફિંચ સતત બીજી મેચમાં ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. પહેલી વનડેમાં ભુવનેશ્વરે તેને બોલ્ડ કર્યો હતો. આ બંને વિકેટ બાદ ક્રિઝ પર આવેલાં ઉસ્માન ખ્વાજા પણ વધુ ન ટકી શક્યો ન હતો. શેન માર્શે ઈનિંગ સંભાળતા કેરિયરની સાતમી સેન્ચુરી મારી હતી. માર્શે ભારત વિરૂદ્ધ 10 વર્ષ પછી સેન્ચુરી ફટકારી. ગત વખતે હૈદરાબાદ (2009)માં 112 રનની ઈનિંગ રમ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની વિકેટ

પહેલી વિકેટઃ એરોન ફિંચ માત્ર 6 રને ભુવનેશ્વરની બોલિંગમાં બોલ્ડ થયો છે.

બીજી વિકેટઃ એલેક્સ કેરી 18 રને મોહમ્મદ શમીની ઓવરમાં શિખર ધવનને કેચ આપી બેઠો હતો.

ત્રીજી વિકેટઃ ખ્વાજા 21 રને રનઆઉટ થયો હતો.

ચોથી વિકેટઃ પીટર હેન્ડકોમ્બ 20 રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ધોનીના સ્ટમ્પ આઉટ થયો છે.

પાંચમી વિકેટઃ માર્કસ સ્ટોઈનિસ 29 રને મોહમ્મદ શમીની ઓવરમાં ધોનીના હાથે કેચઆઉટ થયો.

છઠ્ઠી વિકેટઃ શોન માર્સ 131 રન ફટાકાર્યા હતા. માર્સ ભુવનેશ્વરની ઓવરમાં જાડેજાના હાથે કેચઆઉટ થયો.

સાતમી વિકેટઃ ગ્લેન મેક્સવેલ પણ 48 રને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો.

ભારતઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેંડ્સકોમ્બ, માકર્સ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, જે. રિચર્ડસન, નાથન લિયોન, પીટર સિડલ, જેસન બેહરેનડોર્ફ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments