ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ડ્રો થઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 407 રનનો પીછો કરતા ભારતીય ટીમે 131 ઓવરમાં 5 વિકેટે 334 રન કર્યા. નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયાએ છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં આટલી ઓવર બેટિંગ કરી નથી. તેમણે છેલ્લે 1979માં પાકિસ્તાન સામે દિલ્હી ખાતે 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. ભારતીય મેચ ડ્રો કરાવી શકે તેમાં ઋષભ પંત, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિનનું અમૂલ્ય યોગદાન રહ્યું. સીરિઝ 1-1ની બરાબરી પર છે.
અશ્વિન અને વિહારીની મજબૂત ભાગીદારી
રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ છઠ્ઠી વિકેટ માટે 258 બોલમાં 62 રનની ભાગીદારી કરી. અશ્વિને 128 બોલમાં 7 ફોરની મદદથી 39 રન કર્યા. જ્યારે વિહારીએ 161 બોલમાં 4 ફોરની મદદથી 23 રન કર્યા. આ છઠ્ઠી વિકેટ માટે બોલના માર્જિનથી સૌથી મોટી પાર્ટનરશિપ છે.
છેલ્લા 41 વર્ષમાં ભારતની ચોથી ઇનિંગ્સમાં સૌથી મેરેથોન ઇનિંગ્સ:
- 131.2 ઓવર vs ઓસ્ટ્રેલિયા સિડની 2021 (આજે)
- 109.4 ઓવર vs ઇંગ્લેન્ડ લોર્ડ્સ 2002
- 100.1 ઓવર vs ઓસ્ટ્રેલિયા એડિલેડ 1992
ટેસ્ટમાં 100 બોલમાં સૌથી ઓછા રન
- જ્હોન મુરે (ઇંગ્લેન્ડ) 3* રન vs ઓસ્ટ્રેલિયા, સિડની 1963
- હનુમા વિહારી (ભારત) 6* રન vs ઓસ્ટ્રેલિયા, સિડની 2021
- નીલ વેગનર (ન્યૂઝીલેન્ડ) 7 રન vs ઇંગ્લેન્ડ, ક્રાઈસ્ટચર્ચ, 2018
- જ્યોફ મિલર (ઇંગ્લેન્ડ) 7 રન vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, 1978
મિસ્ડ ચાન્સ: ઓસ્ટ્રેલિયન કેપ્ટને ત્રણ કેચ છોડ્યા
- ઋષભ પંત 3 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે નેથન લાયનની બોલિંગમાં વિકેટકીપર પેને તેનો કેચ છોડ્યો હતો.
- તે પછી પંત 56 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વધુ એક વખત લાયનની જ બોલિંગમાં પેને તેનો કેચ છોડ્યો હતો.
- હનુમા વિહારી 15 રને રમી રહ્યો હતો ત્યારે સ્ટાર્કની બોલિંગમાં ટિમ પેને તેનો કેચ છોડ્યો હતો.
ભારતે 18 વર્ષ પછી વિદેશમાં ચોથી ઇનિંગ્સમાં 100થી વધુ ઓવર બેટિંગ કરી છે. છેલ્લે લોર્ડ્સ ખાતે 2002માં ટીમ ઇન્ડિયાએ 109.4 ઓવર બેટિંગ કરી હતી. ઝડપથી 1 રન લેવાના પ્રયાસમાં હનુમા વિહારીને હેમસ્ટ્રીંગ ઇજા. ફિઝિયોએ મેદાન પર આવીને મદદ કરી. બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
Vihari pulls up at the end of the quick single, grabbing his hamstring which is now receiving attention #AUSvIND pic.twitter.com/guu40HDskA
— 7Cricket (@7Cricket) January 11, 2021
પૂજારાએ 7 વર્ષ પછી ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારી
- ચેતેશ્વર પૂજારાએ મેચની બીજી ઇનિંગ્સમાં પણ ફિફટી મારી હતી. પ્રથમ ઇનિંગ્સમાં તે 50 રને આઉટ થયો હતો.
- તેણે 205 બોલમાં 12 ફોરની મદદથી 77 રન કર્યા હતા. તે જોશ હેઝલવુડની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
- તેણે ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગ્સમાં 7 વર્ષ પછી ફિફટી મારી છે. તેણે છેલ્લે 2013માં ઓસ્ટ્રેલિયા સામે ફોર્થ ઇનિંગ્સમાં દિલ્હી ખાતે અણનમ 82 રન કર્યા હતા.
What a delivery 👌#AUSvIND pic.twitter.com/2lsPPb1cf0
— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2021
પંત 97 રને આઉટ થયો, પૂજારા સાથે 148 રનની ભાગીદારી કરી
- 102 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી ઋષભ પંતને પાંચમા ક્રમે પ્રમોટ કરવામાં આવ્યો હતો.
- તેણે પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી ફિફટી ફટકારતા 118 બોલમાં 12 ફોર અને 3 સિક્સની મદદથી 97 રન કર્યા હતા.
- પંત નેથન લાયનની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર કમિન્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
- તેણે પૂજારા સાથે ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી હતી.
ભારત માટે ટેસ્ટમાં ચોથી ઇનિંગ્સમાં ચોથી વિકેટ માટેની હાઈએસ્ટ પાર્ટનરશિપ:
- 148 ચેતેશ્વર પૂજારા- ઋષભ પંત vs ઓસ્ટ્રેલિયા, સિડની 2020/21
- 139 ઋષિ મોદી- વિજય હઝારે vs વેસ્ટ ઇન્ડિઝ, મુંબઈ 1948/49
- 122 દિલીપ વેંગસરકર- યશપાલ શર્મા vs પાકિસ્તાન, દિલ્હી 1979-80
પૂજારા 6 હજાર રન કરનાર ભારતનો 11મો બેટ્સમેન બન્યો
- ચેતેશ્વર પૂજારાએ આજે પોતાની 80મી ટેસ્ટમાં 6 હજાર રન પૂરા કર્યા છે.
- તે આ સિદ્ધિ મેળવનાર 11મો ભારતીય બેટ્સમેન બન્યો છે.
- તેની પહેલાં સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, દિલીપ વેંગસરકર, મોહમ્મદ અઝહરુદ્દીન અને ગુંડપ્પા વિશ્વનાથ 6 હજાર રન ક્લબમાં સામેલ થયા હતા. સચિને સૌથી વધુ 15, 921 રન કર્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે જ રનના બધા માઈલસ્ટોન અચીવ કર્યા
- ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ રન મારીને ખાતું ખોલ્યું હતું.
- તે પછી કાંગારું જ સામે તેણે 1 હજાર, 2 હજાર, 3 હજાર, 4 હજાર, 5 હજાર અને 6 હજાર રન પૂરા કર્યા.
- દરેક મેજર માઈલસ્ટોન રન તેણે ઓસ્ટ્રેલિયા સામે જ કમ્પ્લીટ કર્યા.
6️⃣0️⃣0️⃣0️⃣ Test runs for @cheteshwar1 🔝👌🏻
What a vital knock he's playing at the moment for #TeamIndia 🇮🇳#AUSvIND pic.twitter.com/GPEJF2MuP0— BCCI (@BCCI) January 11, 2021
ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં:
- 18મી ઇનિંગ્સમાં 1 હજાર રન પૂરા કર્યા
- 46મી ઇનિંગ્સમાં 2 હજાર રન પૂરા કર્યા
- 67મી ઇનિંગ્સમાં 3 હજાર રન પૂરા કર્યા
- 84મી ઇનિંગ્સમાં 4 હજાર રન પૂરા કર્યા
- 108મી ઇનિંગ્સમાં 5 હજાર રન પૂરા કર્યા
- 134મી ઇનિંગ્સમાં 6 હજાર રન પૂરા કર્યા
100-run stand between the odd couple, Pujara and Pant! #AUSvIND pic.twitter.com/9SdHd1rCO0
— cricket.com.au (@cricketcomau) January 11, 2021
પંતે 64 બોલમાં ફિફટી મારી
ઋષભ પંતે પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી ફિફટી ફટકારી છે. તેણે 64 બોલમાં 50 રન પૂરા કર્યા. પંતને પ્રથમ ઇનિંગ્સમાં કોણીમાં બોલ વાગ્યો હતો. તેમ છતાં તે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતર્યો. તેણે બીજી ઇનિંગ્સની 48મી ઓવરમાં લાયનની બોલિંગમાં 1 ફોર અને 1 સિક્સ મારી.. તે પછી 50મી ઓવરમાં વધુ બે ચોક્કા ફટકાર્યા. જ્યારે 57મી ઓવરમાં સતત બે બોલમાં બે સિક્સ મારી.
પંતના નામે નવો રેકોર્ડ
- ઋષભ પંત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો છે. તેણે આજે 23 વર્ષ અને 95 દિવસની વયે આ સિદ્ધિ મેળવી છે. અગાઉ આ રેકોર્ડ ઇયાન હિલી (24 વર્ષ 216 દિવસ)ના નામે હતો.
Pant's on fire! That's his 50 #AUSvIND pic.twitter.com/BM0gFVGkPk
— cricket.com.au (@cricketcomau) January 11, 2021
પાંચમા દિવસે લાયને આપ્યો ટીમ ઇન્ડિયાને પ્રથમ ઝટકો
અજિંક્ય રહાણે નેથન લાયનની બોલિંગમાં શોર્ટ લેગ પર મેથ્યુ વેડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 4 રન કર્યા હતા.
It took Nathan Lyon only four balls to strike at the start of day five! #OhWhatAFeeling@Toyota_Aus | #AUSvIND pic.twitter.com/SLA75YbZGB
— cricket.com.au (@cricketcomau) January 10, 2021
રોહિતે કરિયરની 11મી ફિફટી મારી, શુભમન સાથે 71 રનની ભાગીદારી કરી
- રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની 11મી ફિફટી ફટકારતા 98 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન કર્યા હતા.
- તે પેટ કમિન્સની બોલિંગમાં ફાઈન લેગ પર સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો.
- તે પહેલાં શુભમન ગિલ 31 રને જોશ હેઝલવુડની બોલિંગમાં કીપર પેન દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગિલે રિવ્યૂ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહોતો.
- રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી.
ઓસ્ટ્રેલિયાએ 407 રનનો ટાર્ગેટ આપ્યોઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સ 312/6 ડિક્લેર કરી છે. તેમણે ભારતને મેચ જીતવા 407 રનનો ટાર્ગેટ આપ્યો છે. કાંગારું માટે કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેને ફિફટી ફટકારતા અનુક્રમે 84, 81 અને 73 રન કર્યા હતા. ભારત માટે રવિચંદ્રન અશ્વિન અને નવદીપ સૈનીએ 2-2, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી.
મિસ્ડ ચાન્સ: ટિમ પેન 7 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિત શર્માએ જસપ્રીત બુમરાહની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં તેનો કેચ છોડ્યો હતો.
સ્મિથ 81 રને આઉટ, સીરિઝમાં ત્રીજીવાર અશ્વિનનો શિકાર થયો
સ્ટીવ સ્મિથે બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર બેટિંગ કરીને ભારતને લગભગ મેચની બહાર કરી દીધું છે. તેણે 167 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 81 રન કર્યા હતા. તે સીરિઝમાં ત્રીજીવાર અને કુલ પાંચમીવાર અશ્વિનની બોલિંગમાં આઉટ થયો. અમ્પાયરે નોટઆઉટ આપતા ભારતે રિવ્યૂ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો. રિપ્લેમાં કન્ફર્મ થયું કે તે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. સ્મિથે ભારત સામે સિડનીમાં 2 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં 100ની એવરેજથી 400 રન કર્યા છે.
સૌથી વધુ વાર એક જ ટેસ્ટમાં સેન્ચુરી અને ફિફટી મારનાર બેટ્સમેન:
- 10 વાર: સ્ટીવ સ્મિથ
- 9 વાર: જેક કાલિસ
- 8 વાર: એલિસ્ટર કુક
- 7 વાર: એલેન બોર્ડર/ સચિન તેંદુલર/ રિકી પોન્ટિંગ/ કુમાર સંગાકારા/ વિરાટ કોહલી
ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સૌથી વધુ વખત 50+ રન કરનાર બેટ્સમેન:
- 15 વાર: રિકી પોન્ટિંગ
- 14 વાર: જેક કાલિસ. એલિસ્ટર કુક
- 13 વાર: એલેન બોર્ડર
- 12 વાર: કુમાર સંગાકારા
- 11 વાર: ઈન્ઝમામ ઉલ હક/ શિવનારાયણ ચંદ્રપોલ/ સ્ટીવ સ્મિથ