IND vs NZ 3rd T20 : મેચ ટાઈ થયા પછી સુપર ઓવરના છેલ્લે બે બોલમાં રોહિતની બે સિક્સરે ન્યૂઝીલેન્ડ સામે ભારતને જીતાડ્યું

0
19

સ્પોર્ટ્સ ડેસ્કઃ બુધવારે હેમેલિટનના સેડોન પાર્કમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટ પર 179 રન બનાવ્યા હતા. 180 રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝેલન્ડની ટીમ છ વિકેટના નુકસાને 179 રન બનાવી શકી. અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી, પણ તે ન બનાવી શક્યું. ન્યૂઝીલેન્ડ વતી વિલિયમ્સને લડાયક ઈનિંગ રમી હતી. તેણે 48 બોલમાં 95 રન બનાવ્યા હતા. જેમા છ છગ્ગા અને 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ગુટપીલે 31 રન અને ટેઈલરે 17 રન બનાવ્યા હતા. ભારત વતી શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ બે બે વિકેટ તેમજ ચહલ અને જાડેજાએ એક એક વિકેટ લીધી હતી.

મેચ ટાઈ થતા સુપર ઓવર રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા.

બુમરાહે ભારત વતી સુપર ઓવર ફેંકી હતી:

1 બોલ વિલિયમ્સન 1 રન
2 બોલ ગુટપીલ 1 રન
3 બોલ વિલિયમ્સન 6 રન
4 બોલ વિલિયમ્સન 4 રન
5 બોલ વિલિયમ્સન 1 રન
6 બોલ ગુટપીલ 4 રન

ન્યૂઝીલેન્ડ વતી સુપર ઓવર સાઉથીએ ફેંકી હતી :

1 બોલ રોહિત શર્મા 2 રન
2 બોલ રોહિત શર્મા 1 રન
3 બોલ લોકેશ રાહુલ 4 રન
4 બોલ લોકેશ રાહુલ 1 રન
5 બોલ રોહિત શર્મા 6 રન
6 બોલ રોહિત શર્મા 6 રન

પ્રથમ બેટિંગ કરતા લોકેશ રાહુલે અને રોહિત શર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. 89 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી. લોકેશ રાહુલ 27 રને આઉટ થયો છે. રાહુલે 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ રન બનાવ્યા છે.

200ની સ્ટ્રાઈક રેટ સાથે રોહિત શર્માની ફિફ્ટી

આજની મેચમાં રોહિત શર્મા આક્રમક મૂડમાં જોવા મળ્યો છે, તેણે 23 બોલમાં ફિફ્ટી પૂરી કરી કરી હતી. રોહિત શર્મા 40 બોલમાં 65 રન બનાવી આઉટ થયો હતો. જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. હામિશ બેનેટે એકજ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને શિવમ દૂબેની વિકેટ લીધી હતી. શિવમ દૂબે ત્રણ રને આઉટ થયો હતો. ભારતની ચોથી વિકેટ 142 રને પડી હતી.શ્રેયસ અય્યર 16 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો.

કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનાર ભારતીય બન્યો

કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે રન બનાવનાર ભારતીય બન્યો છે. 36મી મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. આજની મેચમાં 25 રન બનાવવાની સાથે જ તેણે ધોનીના 1112 રનના રેકોર્ડ સ્કોરને પાર કરી લીધો છે. ધોનીએ 72 T20 મેચમાં આ સિદ્ધી મેળવી હતી. કોહલી 27 બોલમાં 38 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ 36 ટી20માં 1126 રન બનાવી લીધા છે. મનિષ પાન્ડે 14 રને અને જાડેજા 10 રને નોટ આઉટ રહ્યા હતા.

ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, શિવમ દૂબે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડ ટીમ: કેન વિલિયમ્સન, માર્ટિન ગુટ્પિલ, કોલિન મુનરો, કોલિન ડી ગ્રેડહોમ, રોસ ટેલર, ટિમ શિફર્ટ, મિશેલ સેંટનર, ટિમ સાઉથી, સ્કોટ કુગલિન, ઈશ સોઢી, હામિશ બેનેટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here