IND vs NZ 4th T20 : ચોથી T20 પણ ટાઈ થઈ, સુપર ઓવરમાં ભારતની જીત

0
21

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ પણ ટાઈ થઈ છે. હવે સુપર ઓવર દ્વારા હાર-જીતનો નિર્ણય થશે. 166 રનનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ સાત વિકેટના નુકસાને 165 રન બનાવી શક્યું હતું. છેલ્લી બે ઓવરમાં મેચ પલટાઈ ગઈ હતી. છેલ્લી બે ઓવરમાં ન્યૂઝીલેન્ડે જીત માટે 11 રનની જરૂર હતી પણ તે ન બનાવી શક્યું. છેલ્લી બે ઓવરમાં તેની ચાર વિકેટ પડી હતી.

ભારત વતી સુપર ઓવર બુમરાહે ફેંકી હતી:

પ્રથમ બોલ ટિમ શિફર્ટ બે રન
બીજો બોલ ટિમ શિફર્ટ ચાર રન
ત્રીજો બોલ ટિમ શિફર્ટ બે રન
ચોથો બોલ ટિમ શિફર્ટ આઉટ
પાંચમો બોલ મુનરો ચાર રન
છઠ્ઠો બોલ મુનરો 1 રન

ન્યૂઝીલેન્ડ વતી સુપર ઓવર સાઉથીએ ફેંકી હતી :

પ્રથમ બોલ લોકેશ રાહુલ 4 રન
બીજો બોલ લોકેશ રાહુલ 6 રન
ત્રીજો બોલ લોકેશ રાહુલ આઉટ
ચોથો બોલ વિરાટ કોહલી 2 રન
પાંચમો બોલ વિરાટ કોહલી 4 રન

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સીરિઝમાં આજે ચોથી મેચ વેલિંગ્ટનના સ્કોય મેદાનમાં રમાઈ રહી છે. આ સીરિઝમાં ભારત 3-0થી આગળ છે. ભારતે 20 ઓવરમાં આઠ વિકેટના નુકાસાને 165 રન બનાવ્યા હતા. મનિષ પાન્ડે જરૂરીયાતના સમયે સારી ઈનિંગ રમીને નોટ આઉટ રહ્યો હતો. તેણે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. મનિષ પાન્ડેએ બે વર્ષ પછી ટી20માં અડધી સદી ફટકારી, આ તેના કેરિયરની ત્રીજી અડધી સદી છે. નવદીપે સેની 11 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

166 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા 22 રન પર ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. માર્ટિન ગુટ્પિલ 4 રને આઉટ થયો હતો. ત્યાર બાદ કોલિન મુનરો અને ટિમ શિફર્ટ સારી બેટિંગ કરી ન્યૂઝીલેન્ડની ઈનિંગને આગળ વધારી હતી. 12 ઓવરમાં 96 રન પર ત્રીજી વિકેટ પડી હતી. મુનરો 64 રન બનાવી આઉટ થયો હતો. 97 રન પર જ ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ પડી હતી. ટોમ બ્રુસ શૂન્ય રને આઉટ થયો હતો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 14 રન પર ભારતની પ્રથમ વિકેટ પડી હતી. સંજૂ સેમસન આઠ રન બનાવી આઉટ થયો હતો. ભારતની બીજી વિકેટ 48 રને પડી હતી. વિરાટ કોહલી 11 રન બનાવી આઉટ થયો હતો. 53 રન પર ભારતની ત્રીજી વિકેટ પડી હતી. શ્રેયસ અય્યર 1 રન બનાવી આઉટ થયો હતો.

એક છેડે વિકેટો પડી રહી હતી અને બીજી તરફ તોફાની બેટિંગ કરી રાહુલ ભારતના સ્કોરને 10ની રનરેટથી આગળ વધારી રહ્યો હતો. પરંતુ નવમી ઓવરમાં તે આઉટ થઈ ગયો હતો. 75 રન પર ભારતની ચોથી વિકેટ પડી હતી. તેણે 26 બોલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. શિવમ દૂબેના રૂપમાં ભારતની પાંચમી વિકેટ પડી હતી. તે 9 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો.

આજની મેચમાં તક આપવામાં આવનાર વોશિંગ્ટન સુંદર શૂન્ય રને આઉટ થયો હતો. 88 રન પર ભારતની છઠ્ઠી વિકેટ પડી હતી. 17મી ઓવરમાં ભારતની સાતમી વિકેટ પડી હતી. 15 બોલમાં 20 રન બનાવી શાર્દુલ ઠાકુર આઉટ થયો હતો. 143 રન પર ભારતની આઠમી વિકેટ પડી હતી. ચહલ એક રન બનાવી આઉટ થયો હતો.

ઈજાના કારણે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન વિલિયમ્સન આજની મેચમાં રમી રહ્યો નથી. તેની જગ્યાએ ટિમ સાઉથી ટીમનું નેતૃત્વ કરે છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતની ટીમમાં ત્રણ ફેરફાર છે, રોહિત શર્મા, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા આજની મેચમાં આરામ અપાયો છે. તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદર, નવદીપ સેની અને સંજૂ સેમસન રમી રહ્યા છે.

ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નવદીપ સેની, સંજૂ સેમસન.

ન્યૂઝીલેન્ડ ટીમ: માર્ટિન ગુટ્પિલ, કોલિન મુનરો, રોસ ટેલર, ટોમ બ્રુસ, ડેરિલ મિશેલ, ટિમ શિફર્ટ, મિશેલ સેંટનર, સ્કોટ કુગલિન, ટિમ સાઉથી, ઈશ સોઢી, હામિશ બેનેટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here