Ind vs NZ: પહેલા દાવમાં ન્યૂઝીલેન્ડે મેળવી 183 રનની લીડ, ભારતની હાર નક્કી!

0
11

વેલિંગટનઃ વેલિંગટનમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારતે પહેલા જ સેશનમાં કીવી ટીમને 348 રનો સાથે સમેટી લીધી હતી. જોકે, ન્યૂઝીલેન્ડની ટીમે ત્યાં સુધી 183 રનોની લીડ હાંસલ કરી ચૂકી હતી.

ભારત (India)તરફથી ઈશાંત શર્માએ (Ishant Sharma) પાંચ, અશ્વિને ત્રણ અને જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ મેળવી હતી. ન્યીઝીલેન્ડે દિવસની શરુઆતમાં જ ત્રણ મહત્વની વિકેટ મેળવી પરંતુ અંતમાં ફાઈલ જેમીસન અને ટ્રેન્ટ બોલ્ડે ન્યૂઝીલેન્ડને મહત્વની લીડ અપવાી હતી. ભારતીય ટીમે પોતાની પાછળી સાત મેચોમાં જીતતી આવી છે. જોકે, વેલિંગટનમાં તેમના યઉપર હારની તલવાર લટકી રહી છે.

20 વર્ષ પહેલા આવી સ્થિતિમાં ભારતને મળી હતી જીત ન્યૂઝીલેન્ડમાં 183 રનોની લીડ ભારતને ભારે પડી શકે છે. તે હારની નજીક પહોંચી શકે છે. ભારત પહેલા દાવમાં 150થી વધારે રનથી પાછળ હોવા છતાં આજે માત્ર ત્રણ વખત જ મેચ જીતી શક્યું છે. છેલ્લે 20 વર્ષ પહેલા વર્ષ 2000માં જીત્યું હતું.

કોલકાત્તામાં (Kolkata) ઓસ્ટ્રેલિયા (Australia)વિરુદ્ધ રમાયેલા ટેસ્ટમાં ભારત પહેલા દાવમાં 272 રનથી પાછળ રહ્યું હતું. જોકે, આમ છતાં સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની કેપ્ટનશીપ હેઠળ ભારતે મેચ જીતી હતી. પહેલીવાર આવું વર્ષ 1976માં થયું હતું. જ્યાંરે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચમાં ભારત 131 રનથી પાછળ હોવા છતાં જીત મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here