રવિવારે 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી વર્લ્ડકપમાં સતત બીજી જીત હાંસલ કરી છે. મેચમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ આસાનીથી મેચ જીતી જશે. કારણ કે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 119 રન જ બનાવી શકી હતી. જે બાદ પાકિસ્તાને પણ સારી શરૂઆત કરી હતી. પરંતુ રોહિત શર્મા પિચ પર પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. જે બાદ ભારતીય કેપ્ટને ડ્રિંક્સ બ્રેક દરમિયાન ટીમને એક કરી હતી અને ખાસ રણનીતિ બનાવી હતી.
મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે મેચમાં અમારી બેટિંગ સારી રહી ન હતી. જ્યારે ટીમને ભાગીદારીની જરૂર હતી ત્યારે અમે પાછળ રહી ગયા. આ વખતે પીચ છેલ્લી મેચ કરતા ઘણી સારી હતી પરંતુ અમે પૂરતા રન બનાવી શક્યા ન હતા. જ્યારે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે અમે બધાને સાથે બોલાવ્યા અને કહ્યું કે જો અમારી સાથે આવું થઈ શકે તો તેમની સાથે કેમ નહીં. જે બાદ અમારા બોલરોએ પોતાનું સંપૂર્ણ યોગદાન આપ્યું. બુમરાહે જે રીતે શાનદાર બોલિંગ કરી છે, તે ખૂબ જ મજબૂત બની રહ્યો છે. અમે જાણતા હતા કે બુમરાહ શું કરી શકે છે અને તેણે તે કર્યું. અમે ઇચ્છીએ છીએ કે તે આખા વિશ્વ કપ દરમિયાન આવું જ કરે.
ભારત અને પાકિસ્તાન બંનેની આ બીજી મેચ હતી. ટીમ ઈન્ડિયાએ તેની બંને મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાનને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે પાકિસ્તાન સુપર-8ની રેસમાંથી લગભગ બહાર હોવાનું માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં પાકિસ્તાન અને યુએસએને હરાવીને પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ USA સામે થશે.