ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચ જીતીને સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાશ. ઝિમ્બાબ્વે આ મેચ જીતીને સિરીઝનો સુખદ અંત આણવા માંગશે. જ્યારે ભારત આ મેચ જીતીને સિરીઝમાં 4-1ની લીડ મેળવવાનો પ્રયાસ કરશે.
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં અત્યાર સુધીમાં 45 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, પ્રથમ બેટિંગ કરનાર ટીમે 26 મેચ જીતી છે અને લક્ષ્યનો પીછો કરતી ટીમે 19 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ટોસની ભૂમિકા મહત્વની બની જાય છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવા માંગે છે. T20માં આ મેદાનનો હાઈ સ્કોર 234 રન છે. આ સિવાય સરેરાશ સ્કોર 158 માનવામાં આવે છે.
હરારેની પિચ પર આજે સ્પિન બોલરોને વધુ મદદ મળવાની આશા છે. જેના કારણે બેટ્સમેનોએ સ્પિન બોલરો સામે થોડું જોખમ ઉઠાવવું પડી શકે છે. પિચ ફાસ્ટ બોલરોને વધુ મદદ કરશે તેવી અપેક્ષા નથી.આ સિરીઝમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ગિલે પોતાની કેપ્ટનશિપમાં આ સિરીઝ જીતી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાંચમી મેચ જીતીને સિરીઝ 4-1થી સમાપ્ત કરવા ઈચ્છશે. ભારતીય ટીમને આ સીરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બાદમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને સિરીઝ પર કબજો કરી લીધો હતો.
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન/મુકેશ કુમાર, ખલીલ અહેમદ.