સ્વતંત્રતા દિવસ : 370 હટ્યા બાદ શ્રીનગરમાં પ્રથમ વખત ધામધુમથી સ્વતંત્રતા દિવસ ઉજવાયો, કાશ્મીરીઓમાં નવો ઉત્સાહ

0
0

ગુરુવારે સ્વતંત્રતા દિવસે શ્રીનગરમાં પણ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીનગરના શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જમ્મૂ-કાશ્મીરમાંથી 370 અને 35-Aની કલમ હટાવ્યા બાદ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી.

36 વર્ષ અગાઉ તૈયાર થયેલા શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં 15 ઓગસ્ટની સવારે કલમ 370મા પરિવર્તન પછી સૌથી મોટા આયોજનની તૈયારી થઈ રહી છે. આ છેલ્લો પ્રસંગ હશે કે જ્યારે લદાખ અને જમ્મુ-કાશ્મીર ત્રણેનો પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમ એક સાથે થશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ રાજ્યપાલ સત્યપાલ મલિકનું ભાષણ મહત્વનું હશે. કાર્યક્રમ માટે એનએસએ અજિત ડોભાલને પણ આમંત્રણ અપાયું છે. જે સમયે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ હશે ત્યારે અન્ય વિસ્તારોમાં કડકાઈ વધારાશે.

આ દિવસે સ્ટેડિયમ ત્રિસ્તરીય સુરક્ષાથી ઘેરાયેલું છે. જ્યારે શ્રીનગરથી લઈ દક્ષિણ કાશ્મીર સુધી સમગ્ર વિસ્તારમાં ખૂણે-ખૂણે સુરક્ષાદળ અને પોલીસનો પહેલો છે. હાઈવે પર સામાન્ય દિવસોની જેમ રોડ ઓપનિંગ પાર્ટી તહેનાત છે. જો કે મુખ્ય રસ્તા પરથી આવવા-જવા પર કોઈ પ્રતિબંધ નથી. જમ્મૂ-કશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ પ્રથમ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેના માટે પોલીસ સતર્ક થઈ છે. હાલમાં જમ્મૂમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આતંકી હુમલાના એલર્ટને લઈને પોલીસ સતર્ક થઈ છે. એજન્સીઓએ તમામ રાજ્યની પોલીસને સતર્ક કરી છે.

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે તમામ સરપંચોને પોતાના વિસ્તારમાં તિરંગો લહેરાવા કહ્યું છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટ પછી પ્રતિબંધમાં ઢીલ અપાશે. શ્રીનગરમાં અધિકારીઓને 500થી વધુ સેટેલાઈટ ફોન અપાયા છે. સીઆરપીએફ અને આર્મીના જવાનોને 500થી વધુ બીએસએનએલના સીમ કાર્ડ અપાયા છે. મેડીકલ, પોલીસ, આર્મી, સીઆરપીએફ અને વહીવટી તંત્ર સાથે જોડાયેલા 600 અધિકારીઓના સીમકાર્ડ એક્ટિવેટ કરાયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here