ભારત ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 244 રનમાં ઓલઆઉટ થયું છે. ઓસ્ટ્રેલિયા (338)ને ફર્સ્ટ ઇનિંગ્સમાં 94 રનની લીડ મળી છે. ભારત માટે ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલે સર્વાધિક 50 રન કર્યા હતા. ઋષભ પંતે 36, રવિન્દ્ર જાડેજાએ 28* અને રોહિત શર્માએ 26 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયાએ અંતિમ 6 વિકેટ 49 રનમાં ગુમાવી.195/4થી 244 રનમાં ઓલઆઉટ. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે 4, જોશ હેઝલવુડે 2 અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ લીધી છે.
પૂજારાના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફટી
- ચેતેશ્વર પૂજારાએ આજે પોતાના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફટી મારી છે. તેણે 50 રન પૂરા કરવા માટે 174 બોલ લીધા હતા.
- આ પહેલાં તેણે 2018માં સૌથી આફ્રિકા સામે જોહાનિસબર્ગ ખાતે 173 બોલમાં ફિફટી મારી હતી.
- જોકે, ક્રિઝ પર આટલો સમય પસાર કરીને 50ના માઈલસ્ટોન સુધી પહોંચ્યા બાદ પૂજારા તરત જ આઉટ થઇ ગયો હતો.
- તે પેટ કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 26મી ફિફટી મારી અને આ ઇનિંગ્સ દરમિયાન પાંચ ફોર ફટકારી.
પહેલીવાર ફર્સ્ટ ઇનિંગ્સમાં ભારતના ત્રણ બેટ્સમેન રનઆઉટ થયા
- ભારતીય ઇનિંગ્સમાં હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહ રનઆઉટ થયા.
- ઓવરઓલ ભારતના ટેસ્ટ ઇતિહાસમાં આજે 7મી વખત એવું થયું જ્યારે ત્રણ બેટ્સમેન એક જ ઇનિંગ્સમાં રનઆઉટ થયા હોય.
- જો કે, પહેલી ઇનિંગ્સમાં જ ભારતના ત્રણ બેટ્સમેન રનઆઉટ થયા હોય તેવું પ્રથમવાર બન્યું છે.
- છેલ્લે ત્રણ બેટ્સમેન રનઆઉટ થયું હોય તેવું 2008-09માં ઇંગ્લેન્ડ સામે મોહાલી ખાતે થયું હતું.
- ત્યારે વિરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ અને યુવરાજ સિંહ રનઆઉટ થયા હતા.
ઋષભ પંત 36 રને હેઝલવુડની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે પૂજારા સાથે પાંચમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી.
પંતને કમિન્સનો બોલ કોણીમાં વાગ્યો હતો. તે શોર્ટ બોલને પુલ કરવા ગયો પરંતુ બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થયો હતો. 2 મિનિટ માટે મેચ અટકી હતી અને પંતે મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યા બાદ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
Ouch! Pant cops one on the elbow #AUSvIND pic.twitter.com/26SAgfh6mV
— cricket.com.au (@cricketcomau) January 9, 2021
80 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ તરત જ નવો બોલ લીધો હતો.
New ball/rock/cherry/pill time!
Live #AUSvIND: https://t.co/KwwZDwbdzO pic.twitter.com/a6TCGRhJs0
— cricket.com.au (@cricketcomau) January 9, 2021
પંતના નામે નવો રેકોર્ડ
- ઋષભ પંત ઓસ્ટ્રેલિયામાં સતત 9 ઇનિંગ્સમાં 25થી વધુ રન કરનાર પહેલો વિઝિટિંગ બેટ્સમેન બન્યો છે. તેની પહેલાં વેલી હેમોન્ડ, વિવ રિચાર્ડ્સ અને રુસી સૂરતીએ સતત 8 ઇનિંગ્સમાં 25+ રન કર્યા હતા.
- પંતના ઓસ્ટ્રેલિયામાં સ્કોર: 25, 28, 36, 30, 39, 33, 159*, 29, 26* (આજે)
રહાણે અને વિહારી મોટો સ્કોર ન કરી શક્યા
- અજિંક્ય રહાણે પેટ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 70 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા હતા.
- તે પછી હનુમા વિહારી લાયનની બોલિંગમાં મીડ-ઓફ પર શોટ મારીને દોડવા લાગ્યો હતો, હેઝલવુડે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ડાયરેક્ટ થ્રો મારીને વિહારીને 4 રને પેવેલિયન ભેગો કર્યો હતો.
Don't take on the Hoff! ⚡@hcltech | #AUSvIND pic.twitter.com/eXFpRPuKiJ
— cricket.com.au (@cricketcomau) January 9, 2021
ઓસ્ટ્રેલિયાએ 2 રિવ્યૂ ગુમાવ્યા
- ઋષભ પંત 14 રને રમી રહ્યો હતો ત્યારે લબુશેનની બોલિંગમાં કીપર/કેપ્ટન ટિમ પેને કોટ બિહાઇન્ડ માટે રિવ્યૂ લીધો હતો, તેના સિવાય કોઈએ અપીલ પણ નહોતી કરી, રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ પંતના ગ્લવ્સ કે બેટને અડ્યો નથી.
- ચેતેશ્વર પૂજારા 14 રને રમી રહ્યો હતો ત્યારે નેથન લાયનની બોલિંગમાં બેટ/પેડ માટે રિવ્યૂ લીધો હતો પરંતુ રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ બેટને અડ્યો નથી, તે બાદ એલબીડબ્લ્યુ પણ ચેક કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાને સફળતા નહોતી મળી.
ગિલે ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી મારી, રોહિત સાથે 70 રનની પાર્ટનરશિપ
- રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી.
- જોશ હેઝલવુડે પોતાની જ બોલિંગમાં રોહિતનો રિટર્ન કેચ પકડ્યો હતો. હેઝલવુડે પોતાના 30મા જન્મદિવસે રોહિતને આઉટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી.
- રોહિતે 77 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. તેની આ વિદેશમાં ઓપનર તરીકે પ્રથમ ઇનિંગ્સ હતી.
- એશિયાની બહાર 92 ઇનિંગ્સ પછી ભારતીય ઓપનિંગ જોડી ક્રિઝ પર 20 ઓવરથી વધુ સમય ઊભી રહી છે. આ પહેલાં ડિસ્મેબર 2010માં ગંભીર અને સહેવાગે સેન્ચુરીયન ખાતે 29.3 ઓવર બેટિંગ કરી હતી. આજે રોહિત અને ગિલે 27 ઓવર બેટિંગ કરી.
- શુભમન ગિલે ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 101 બોલમાં 8 ફોરની મદદથી 50 રન કર્યા હતા. તે કમિન્સની બોલિંગમાં ગલીમાં કેમરૂન ગ્રીન દ્વારા કેચ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ 338 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં 338 રનમાં ઓલઆઉટ થયું છે. સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારતા 226 બોલમાં 16 ફોરની મદદથી 131 રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 4, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીએ 2-2, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.
સ્મિથ સિવાય માર્નસ લબુશેને 91, વિલ પુકોવ્સ્કીએ 62 અને મિચેલ સ્ટાર્કે 24 રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહોતો, પાંચ કાંગારું બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા. જાડેજાએ ડાયરેક્ટ થ્રો મારીને સ્મિથને રનઆઉટ કર્યો.