અમેરિકામાં ચૂંટણી : બાઈડેને કહ્યું- દુનિયાની સુરક્ષા માટે ભારત અને અમેરિકાની દોસ્તી જરૂરી : ટ્રમ્પે કહ્યું- ચીન પર નિર્ભરતા કાયમ માટે ખતમ કરીશું

0
0

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જો બાઈડેને ભારતીય અમેરિકનોને ઓનલાઈન સંબોધન કર્યું હતું. બાઈડેન કહ્યું કે, નિયમ-કાયદા ધરાવતા હિન્દ સમુદ્રના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા સંયુક્ત રીતે ઘણાં હિત ધરાવે છે. તેનો હેતુ એ છે કે ચીન સહિત કોઈ દેશ આ ક્ષેત્રમાં કોઈને ડરાવે-ધમકાવે નહીં. ભારત-અમેરિકાની મિત્રતા મજબૂત હશે તો દુનિયા વધુ સુરક્ષિત રહેશે. અમે આતંક વિરુદ્ધ હંમેશા ભારત સાથે રહીશું. ડોનાલ્ડ ટ્રમ્પ ચીન માટે એવા સમયમાં જગ્યા બનાવી રહ્યા છે, જ્યારે તે હિન્દ સમુદ્ર ક્ષેત્રમાં પાડોશી દેશો અને અમેરિકન નેતૃત્વને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલે આ ચૂંટણી આપણા બધાનું ભવિષ્ય નક્કી કરશે.

બીજી તરફ, ટ્રમ્પે પેન્સિલવેનિયામાં હજારો લોકોને ચૂંટણી સંબોધન કરતા કહ્યું હતું કે, જો હું ફરી પ્રમુખ બનીશ તો ચાર વર્ષમાં ઉત્પાદન ક્ષેત્રમાં અમેરિકાની ચીન પરની નિર્ભરતા હંમેશા માટે ખતમ કરી દઈશ.

ટ્રમ્પનો દાવો: અમેરિકા શસ્ત્રોમાં આગળ, પરંતુ યુદ્ધથી દૂર રહેશે
ટ્રમ્પે પેન્સિલવેનિયાની રેલીમાં દાવો કર્યો હતો કે, અમેરિકા પાસે સૌથી આધુનિક શસ્ત્રસરંજામ છે, એટલે દુનિયા અમેરિકાની ઈર્ષા કરે છે. આશા છે કે, તેનો ઉપયોગ ક્યારેય કરવો ના પડે. અમે અમેરિકાને અંતહીન અને મૂર્ખતાપૂર્ણ યુદ્ધોથી દૂર રાખવાનો સંકલ્પ કર્યો છે. અમેરિકાએ અન્ય દેશોના પુન:નિર્માણ અને તેના અંતહીન યુદ્ધો, તેની સરહદોની સુરક્ષા માટે કરોડો ડૉલર ખર્ચ્યા છે.

રિપોર્ટ: નૌસેનાનાં જહાજોમાં US ચીનથી પાછળ, સંખ્યા વધારાશે
અમેરિકા નૌસેના યુદ્ધજહાજોના કાફલામાં ચીનથી પાછળ પડી રહ્યું છે એટલે અમેરિકાએ નાના યુદ્ધજહાજોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ મેગેઝિને દાવો કર્યો છે કે, સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે હાલમાં કહ્યું હતું કે, અમેરિકન નૌસેના પાસે 296 જહાજ છે, જે વધારીને 355 કરાશે. આ સંખ્યા ચીન પાસે મોજુદ જહાજોથી પાંચ વધુ હશે.

અમેરિકન ચૂંટણીને પ્રભાવિત કરતા ચીની ફેસબુક એકાઉન્ટ હટાવાયાં
ફેસબુકે એક નિવેદનમાં કહ્યું છે કે, અમે ચીનમાં બનેલાં કેટલાક નકલાં એકાઉન્ટ અને પેજનું નેટવર્ક ફેસબુક પરથી હટાવી દીધું છે. આ પેજ અમેરિકા અને અન્ય દેશોમાં રાજકીય ગતિવિધિઓ પ્રભાવિત કરવાના હેતુથી ઓપરેટ થતાં હતાં. એ પેજ પર અમેરિકાનું ફોલોઈંગ ના બરાબર હતું. તેનું મુખ્ય કેન્દ્ર ફિલિપાઈન્સ સહિત દક્ષિણ પૂર્વ એશિયા હતું. આ એકાઉન્ટ પર અમેરિકન ચૂંટણીના ઉમેદવારોના સમર્થન અને વિરોધમાં પોસ્ટ મુકાતી હતી. આ એકાઉન્ટ બનાવનારાએ પ્રોફાઈલમાં ખોટી ઓળખ આપી હતી. અમેરિકન એજન્સી એફબીઆઈ અને ગૃહ સુરક્ષા વિભાગે ચૂંટણીમાં દખલગીરી અંગે ચિંતા વ્યક્ત કરીને ચેતવણી આપ્યા પછી ફેસબુકે આ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here