ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે પાંચમાં રાઉન્ડની વાતચીત શરૂ; ચીન LAC પર ત્રણ સેક્ટર્સમાં શક્તિ વધારી રહ્યું છે

0
3

નવી દિલ્હી. ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની પાંચમા રાઉન્ડની વાતચીત આજે LACના નજીક મોલ્ડોમાં યોજાઈ રહી છે. આ ચીનના હિસ્સાવાળો મીટિંગ પોઈન્ટ છે. ભારતનું નેતૃત્વ લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહ કરી રહ્યા છે. ચીન તરફથી મેજર જનરલ લિયૂ જિન આ વાતચીતમાં સામેલ થયા છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, બન્ને દેશોના સૈન્ય અધિકારીઓની આ મીટિંગ એવા સમયે થઈ રહી છે, જ્યારે ચીન 3488 કિલોમીટર લાંબી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે LAC પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. અહીંયા ઘણા મિલેટ્રી બાંધકામ પણ કરાઈ રહ્યા છે

ત્રણ સેક્ટર્સમાં ચીનની હરકત
ચીન LAC પર ત્રણેય સેક્ટર્સમાં સૈનિક અને હથિયાર એકઠા કરી રહ્યું છે. આ સેક્ટર્સ પશ્વિમ લદ્દાખ, મધ્યમાં(ઉત્તરાખંડ અને હિમાચલ પાસે આવેલી સરહદ)અને પૂર્વ(સિક્કિમ અને અરુણાચલ પાસે આવેલી સરહદ).ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ચીન ઉત્તરાખંડમાં લિપુલેખ પાસેના વિસ્તારમાં પણ સૈનિકોનો જમાવડો કરી રહ્યો છે. અહીંયા નેપાળ, ભારત અને ચીનની સરહદ મળે છે. જે કાલાપાની ઘાટીનો ભાગ છે.

બે ભાગ પર ફોકસ
માનવામાં આવી રહ્યું છે કે, રવિવારની વાતચીતમાં પેન્ગોંગ લેક અને ગોગરા પર ફોકસ રહેશે. આ બન્ને જગ્યા પર ભારત અને ચીનના સૈનિકો હજુ સુધી પાછળ ખસ્યા નથી.પેન્ગોંગમાં ફિંગર 5 અને 8 વિસ્તારમાં ચીને સૈનિકોની તહેનાતી વધારી દીધી છે. ભારતે પણ તેના વિરુદ્ધ જવાબી તૈયારી કરી લીધી છે. દેપસાંગમાં ચીનની સેના ભારતીય સૈનિકોને પહેલાથી જ કરતા પેટ્રોલિંગ માટે રોકવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતીય સેના પણ તૈયાર
ચીનના ખોટા ઈરાદાનું અનુમાન ભારતીય સેનાને પણ છે. જો કે, આ વિસ્તારમાં ભારતીય સેનાએ લાંબા સમય સુધી મોરચો સંભાળવાની પુરી તૈયારી કરી લીધી છે. ભારતીય સૈનિક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમની પાસે, પૂરતું રાશન આ વિસ્તાર માટે જરૂરી ખાસ પ્રકારના કપડા, સ્પેશ્યલ આર્કટિક ટેન્ટ અને અન્ય જરૂરી ઉપકરણ છે. લદ્દાખમાં હાલ લગભગ 35 હજાર ભારતીય સૈનિક તહેનાત છે.

વાયદો કરીને ફરી ગયું ચીન
14 જુલાઈએ યોજાયેલી કોર્પ્સ કમાન્ડર લેવલની મીટિંગમાં નક્કી થયું હતું કે, બન્ને સેના પાછળ ખસશે.ત્યારપછી બે રાઉન્ડની વાતચીત થઈ. પહેલી મોલ્ડો(ચીન) અને ચુશૂલ(ભારત)માં યોજાઈ હતી.

અત્યાર સુધી 4 મીટિંગ યોજાઈ
પહેલીઃ 6 જૂને
ક્યાં યોજાઈ હતીઃ ચુશૂલ સેક્ટરમાં ચીનની સીમામાં નિયંત્રણ રેખાથી 20 કિમી દૂર આવેલા મોલ્ડોમાં યોજાઈ હતી.
કયા સ્તરની વાતચીત હતીઃ લેફ્ટિનેન્ટ જનરલ સ્તરની
તેમાં શું ચર્ચા થઈઃ શાંતિપૂર્ણ રીતે વિવાદનું નિરાકરણ લાવીને સંબંધ આગળ વધારવામાં આવે
બીજીઃ10 જૂન
ક્યાં યોજાઈઃ પૂર્વ લદ્દાખ પાસે ભારતીય સીમાની અંદર
કયા સ્તરની વાતચીત થઈઃ મેજર જનરલ સ્તરની
શું ચર્ચા થઈઃ સીમા વિવાદનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે અને સૈનિકોની સંખ્યા કેવી રીતે ઘટાડાવમાં આવે
ત્રીજીઃ 12 જૂન
ક્યાં યોજાઈઃ લોકેશન ખબર પડી શકી નથી
કયા સ્તરની વાતચીત થઈઃ મેજર જનરલ સ્તરની
શું ચર્ચા થઈઃ ગલવાન વિસ્તારમાં 3 જગ્યાએ વિવાદનું નિરાકરણ લાવવામાં આવે

ચોથીઃ 30 જૂન
ક્યા યોજાઈઃ મોલ્ડો
કયા સ્તરની વાતચીત થઈઃ લેફ્ટિનેન્ટ જનરલ લેવલની
શું ચર્ચા થઈઃ ભારતે આ બેઠકમાં પૂર્વ લદ્દાખના પેંગોંગ ત્સો વિસ્તારમાંથી ચીની સૈનિકોને હટાવવાની માંગ કરી