Thursday, August 5, 2021
No menu items!
Homeલદ્દાખમાં સીમા વિવાદ : ભારત-ચીન વચ્ચે આજે જોઈન્ટ સેક્રેટરી લેવલની વાતચીત થશે...
Array

લદ્દાખમાં સીમા વિવાદ : ભારત-ચીન વચ્ચે આજે જોઈન્ટ સેક્રેટરી લેવલની વાતચીત થશે : ચીન ઘણા વિસ્તારમાં પાછળ ખસી રહ્યું નથી

લદ્દાખમાં સરહદ વિવાદ વચ્ચે ભારત-ચીન આજે ફરી ચર્ચા કરશે. વર્કિંગ મેકેનિઝ્મ ફોર કન્સલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશન(WMCC)ની 18મી મીટિંગમાં બન્ને દેશોના જોઈન્ટ સેક્રેટરી લેવલના અધિકારી સામેલ થશે. બેઠકમાં પૂર્વ લદ્દાખ ડી-એસ્ક્લેશન એટલે કે સૈન્ય ઉપકરણ અને ઠેકાણાઓને હટાવવા અંગે સહમતિ બનાવવાના પ્રયાસો કરાશે. ચીન ઘણા વિવાદીત વિસ્તારોમાં પીછેહટ નથી કરી રહ્યો.

ગત બેઠકમાં સહમતિ છતા ચીનનું જિદ્દી વલણ

WMCCની 17મી બેઠક ગત મહિને યોજાઈ હતી.જેમાં બન્ને દેશ એ વાત માટે રાજી પણ થયા હતા કે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પર પુરી રીતે ડિસએન્ગેજમેન્ટ એટલે કે સૈનિકોને પાછળ ખસેડવાની પ્રોસેસ ટૂંક સમયમાં પુરી કરી દેવાશે. એ વાત પર પણ સહમતી થઈ હતી કે સંબંધ સુધારવા માટે એગ્રીમેન્ટ અને પ્રોટોકોલ પ્રમાણે બોર્ડર વિસ્તારમાં ડી-એક્સલેશન કરીને પુરી રીતે શાંતિ જાળવી રાખવી જરૂરી છે.

ચીન 3 વિસ્તારમાંથી પાછળ ખસી રહ્યું નથી

આર્મી અને ડિપ્લોમેટિક લેવલના ઘણા રાઉન્ડની વાતચીત છતા ચીન પૂર્વ લદ્દાખના ફિંગર એરિયા, દેપ્સાંગ અને ગોગરા વિસ્તારમાંથી પાછળ ખસી રહ્યું નથી. ચીનના સૈનિકો 3 મહિનાથી ફિંગર એરિયામાં છે. હવે તેમણે બંકર બનાવવાનું અને અન્ય અસ્થાયી નિર્માણ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments