ભારત અને ફ્રાંસ ત્રીજા સંયુક્ત સેટેલાઈટ મિશન પર કામ કરી રહ્યા છે

0
1

ભારત અને ફ્રાંસ ત્રીજા સંયુક્ત સેટેલાઈટ મિશન પર કામ કરી રહ્યા છે. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો) અને ફ્રાંસીસી અંતરિક્ષ એજન્સી સીએનઈએસએ ઉચ્ચ ગુણવત્તાવાળા થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ‘તૃષ્ણા’ દ્વારા પૃથ્વીનું અવલોકન કરવાની શક્યતાનો અભ્યાસ કરી લીધો છે.

બંને દેશ હવે આ સંયુક્ત મિશનને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં કામ કરી રહ્યા છે. ઈસરો અને સીએનઈએસએ અગાઉ 2011માં ‘મેઘા ટ્રોપિક્સ’ અને 2013માં ‘સરલ અલ્તિકા’ મિશન પાર પાડ્યું હતું. ઈસરોના ચેરમેન કે. સિવને એક કાર્યક્રમ દરમિયાન ભારત અને ફ્રાંસ વચ્ચેનો દ્વિપક્ષીય અંતરિક્ષ સહયોગ માનવ અંતરિક્ષ ઉડાન સહિત અનેક ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યો છે તેવી માહિતી આપી હતી.

ભારત સરકારે અંતરિક્ષ ક્ષેત્રે સુધારા કરીને હાલ જે અવસર સર્જ્યા છે તેનો અનેક ફ્રાંસીસી કંપનીઓ ઉપયોગ કરવા ઈચ્છે છે. અંતરિક્ષ ક્ષેત્રે ફ્રાંસ ભારતનું બહું મોટું સાથીદાર છે. હાલ બંને દેશો ત્રીજા મિશન પર કામ કરી રહ્યા છે જેમાં ‘તૃષ્ણા’ દ્વારા પૃથ્વીનું અવલોકન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here