DRS વિવાદ : નટરાજનની બોલિંગમાં વેડ વિરુદ્ધ LBW માટે ભારતે રિવ્યૂ માગ્યો, થર્ડ અમ્પાયરે પ્રક્રિયા ચાલુ કરીને રિવ્યૂ આપવાની ના પાડી!

0
0

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે રમાતી ત્રણ T-20 સીરિઝની અંતિમ મેચમાં ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) અંગે નવો વિવાદ સામે આવ્યો છે. થયું એવું કે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 11મી ઓવરમાં નટરાજનની બોલિંગમાં મેથ્યુ વેડ વિરુદ્ધ ભારતે LBW માટે અપીલ કરી હતી. થર્ડ અમ્પાયરે રિવ્યૂ માટેની પ્રક્રિયા શરૂ કર્યા બાદ બધાના આશ્ચર્ય વચ્ચે રિવ્યૂ આપવાની ના પાડી દીધી હતી.

વિરાટ ઓન-ફિલ્ડ અમ્પાયર્સને પૂછી રહ્યો હતો કે, રિવ્યૂ કેમ ન લેવા દીધો?
વિરાટ ઓન-ફિલ્ડ અમ્પાયર્સને પૂછી રહ્યો હતો કે, રિવ્યૂ કેમ ન લેવા દીધો?

 

વેડ આઉટ હતો

ભારતે જે LBW માટે અપીલ કરી હતી, તેમાં રિપ્લેમાં સ્પષ્ટ હતું કે, વેડ આઉટ હતો. બોલ લાઈનમાં પિચ થયો હતો, ઈમ્પૅક્ટ પણ લાઈનમાં હતો અને બોલ સ્ટમ્પને અડી રહ્યો હતો. આ ઘટના બની તે સમયે વેડ 50 રને રમી રહ્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, સ્ક્રીન પર રિપ્લે જોયા પછી ભારતે રિવ્યૂ લીધો

આ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બિગ સ્ક્રીન પર રિપ્લે બતાવ્યા બાદ વિરાટે DRS માંગ્યો હોવાથી તેને રિવ્યૂ લેવાની ના પાડવામાં આપવામાં આવી હતી.

આકાશ ચોપરાએ પૂછ્યું, શું DRS ટાઇમર સમાપ્ત થાય તે પહેલાં રિપ્લે બતાવવામાં આવ્યો?

આ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યુ કે, રિપ્લે બતાવી દીધો હોવાથી તે પછી ટીમને રિવ્યૂ લેવાની પરવાનગી ન આપી શકાય. માટે આ નિર્ણય યોગ્ય છે. જોકે, શું આ રિપ્લે 15 સેકન્ડની અંદર જ બતાવવામાં આવ્યો હતો કે 15 સેકન્ડ પછી તેને પ્લે કરવામાં આવ્યો હતો?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here