કોરોનાથી આર્થિક સંકટ : ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ એક જ મેદાન પર કરાવવાની તૈયારી, હેઝલવુડે કહ્યું- એડિલેડ આ માટે સૌથી સારી જગ્યા

0
4

કોરોનાવાયરસને કારણે 2 મહિનાથી કોઈ ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી થઈ. તેના લીધે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) સહિત અન્ય બોર્ડની આર્થિક સ્થિતિ કથળી છે.  ઓસ્ટ્રેલિયા પાસે કર્મચારીઓને સેલેરી આપવા માટે પણ પૈસા નથી. આવામાં તે ભારત સાથે વર્ષના અંતે થનાર ટેસ્ટ સીરિઝ એક જ ગ્રાઉન્ડ પર રમાડવા અંગે તૈયારી કરી રહ્યું છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કહ્યું કે, આ માટે એડિલેડ સૌથી સારી જગ્યા છે.

ભારતીય ટીમ આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે 4 ટેસ્ટ અને 3 વનડે રમવાનું છે. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા સીએ સીઈઓ કેવિન રોબર્ટ્સે ભારત સામે વધુ ટેસ્ટ રમવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રેક્ષકો વિના આ બધી મેચ શક્ય છે.

ભારત સાથેની સિરીઝથી સારી કમાણી થશે

રોબર્ટ્સે કહ્યું, “ડિસેમ્બર-જાન્યુઆરીમાં ભારતના હોસ્ટિંગ માટેના બધા વિકલ્પોની ચર્ચા થઈ રહી છે.” સીએ આ શ્રેણીમાંથી સારી કમાણી કરશે. અમારા સમક્ષ એક વિકલ્પ એ પણ છે કે શ્રેણીની બધી મેચો પ્રેક્ષકો વિના એક જગ્યાએ યોજવામાં આવે છે. આ સીરીઝ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ રમવામાં આવશે. ભારતીય ટીમ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં પ્રથમ નંબરે અને ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે. ટોપ -2 ટીમો જૂન 2021 માં લોર્ડ્સના મેદાન પર ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે.”

ખેલાડીઓની રહેવાની વ્યવસ્થા નવી હોટલમાં કરવામાં આવે

હેઝલવુડે કહ્યું કે, એક મેદાન પર ઘણી ટેસ્ટ રમવાની સંભાવના હોય શકે છે. આ અંતિમ વિકલ્પ હશે. એડિલેડ ઓવલ આ માટે શ્રેષ્ઠ જગ્યા છે. અહીં મેદાનની નવી હોટલમાં ખેલાડીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here