ક્રિકેટ : ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝનું શેડયૂલ નક્કી, 3 ડિસેમ્બરે બ્રિસબેનમાં પહેલી મેચ, એડિલેડમાં રમાશે ડે-નાઈટ ટેસ્ટ

0
5

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે વર્ષના અંતે થનાર ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ નક્કી કર્યું છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત શુક્રવારે થઈ શકે છે. ક્રિકેટ.કોમ.એયુના અહેવાલ મુજબ, પ્રથમ મેચ 3 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. તે પછીની મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે, જે 11 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ અને 3 વનડે મેચ રમવાની છે. કોરોનાને કારણે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ પ્રવાસ પર 14 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે, બીસીસીઆઈ દ્વારા આ માટે મંજૂરી આપવામાં આવી છે.

બંને દેશો વચ્ચે 26 ડિસેમ્બરે મેલબોર્નમાં બોક્સિંગ ડે પણ રમવામાં આવશે. આ પછી 3 જાન્યુઆરીએ સિડનીમાં ન્યૂ યર ટેસ્ટ થશે. હકીકતમાં, ક્રિસમસ પછીના બીજા દિવસે 26 ડિસેમ્બરેની મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. જ્યારે વર્ષની પ્રથમ મેચને ન્યૂ યર ટેસ્ટ કહેવામાં આવે છે.

ટેસ્ટ સિરીઝ સંજોગો પર આધારીત રહેશે

રિપોર્ટ અનુસાર, ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ટેસ્ટ સીરિઝ માટે શેડયૂલ નક્કી કરવું જરૂરી હતું.
જોકે, આ શ્રેણી થશે કે નહીં તે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે. અગાઉ એવી અટકળો કરવામાં આવી રહી હતી કે આ તમામ ટેસ્ટ એક જ મેદાન પર થઈ શકે છે, પરંતુ અત્યારે એવું નથી. જ્યારે સંજોગો નિયંત્રણમાંથી બહાર આવે ત્યારે જ આ નિર્ણય લેવામાં આવશે.

નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ રમશે

ભારત સામેની શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચથી તેની ક્રિકેટ સીઝનની શરૂઆત કરશે. આ ડે-નાઇટ ટેસ્ટ 21 નવેમ્બરથી પર્થમાં રમાશે. આ બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ હશે.

છેલ્લી વખત ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.

છેલ્લી વખત 2018ના અંતમાં બંને દેશો વચ્ચે 4 ટેસ્ટની શ્રેણી રમવામાં આવી હતી. ત્યારે ભારતે  ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાની આ ઑસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સીરિઝ જીત હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here