પ્રથમ ટેસ્ટ : ભારતે દ. આફ્રિકાને 203 રને હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ મેળવી, શમીએ 5 વિકેટ લીધી

0
0

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દાવમાં 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ5, રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, મોહમ્મદ શમીએ 3 વિકેટ અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબરના રોજ પુણેમાં રમાશે.

શમીએ અસમાન ઉછાળ અને મૂવમેન્ટથી બાવુમા, ડુ પ્લેસીસ, ડી કોક અને પીટ ને બોલ્ડ કર્યા હતા. શમીએ રબાડાને કીપર સાહાના હાથે આઉટ કરાવીને પાંચમી વિકેટ લીધી હતી. ઓફ સ્પિનર અશ્વિને બ્રુઇનને આઉટ કરીને ટેસ્ટમાં 350મી વિકેટ લીધી હતી. તેના અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટમાં સૌથી ઝડપી 350 વિકેટ લેવાનો રેકોર્ડ છે. બંનેએ પોતાની 66મી ટેસ્ટમાં સિદ્ધિ મેળવી.

જાડેજાએ એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી

જાડેજાએ દ. આફ્રિકાની ઇનિંગ્સની 27મી ઓવરના પહેલા, ચોથા અને પાંચમા બોલે વિકેટ લીધી હતી. તેણે પ્રથમ બોલે 39 રને રમતાં એડન માર્કરામનો અદભુત કેચ કર્યો હતો. તે પછી ચોથા બોલે ફિલેન્ડર અને પાંચમા બોલે મહારાજને એલબીડબ્લ્યુ કર્યા હતા. અમ્પાયરે ફિલેન્ડરને આઉટ નોટઆઉટ આપતા ભારતે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. જયારે મહારાજે રિવ્યુ લઈને જીવંત રહેવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો.

ટેસ્ટમાં સૌથી ઝડપી 350 વિકેટ:

ટેસ્ટ ખેલાડી
66 મુથૈયા મુરલીધરન
66 રવિચંદ્રન અશ્વિન
69 રિચાર્ડ હેડલી
69 ડેલ સ્ટેન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here