લદાખ બોર્ડર પર ભારત-ચીન વચ્ચે તણાવ, સૈનિકો વચ્ચે ધક્કામુક્કી

0
0

ભારત અને ચીન (India and China) વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. સમાચાર છે કે બુધવારે બંને દેશના સૈનિકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. આ ઘટના પૂર્વ લદાખ (Ladakh)ની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને પક્ષ વચ્ચે લાંબા સમય સુધી ધક્કામુક્કી ચાલી હતી. ભારત અને ચીન (India and China)ના સૈનિકો વચ્ચે 134 કિલોમીટર લાંબી પેન્ગોંગ (Pangong) ઝીલના ઉત્તર કિનારે ધક્કામુક્કી થઈ હતી. અહીં એક તૃતિયાંશ ભાગ પર ચીનનું નિયંત્રણ છે.

શા માટે સૈનિકો વચ્ચે ધક્કામુક્કી થઈ?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે ભારતીય સેના પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સૈનિકોનો સામનો ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો સાથે થયો હતો. ચીની સૈનિકોએ લદાખમાં ભારતીય સૈનિકોની હાજરીનો વિરોધ કર્યો હતો. જે બાદમાં બંને દેશના સૈનિકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. બુધવારે સાંજ સુધી બંને પક્ષ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો હતો. 2017માં આવો બનાવ બન્યો હતો

સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર બંને પક્ષ વચ્ચે આવી ઘટનાઓ બનતી રહે છે. નોંધનીય છે કે 15મી ઓગસ્ટ, 2017ના રોજ પણ પેન્ગોંગ ઝીલના ઉત્તર કિનારે બંને દેશના સૈનિકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ પથ્થરો અને લોખંડના સળિયાઓનો ઉપયોગ પણ કર્યો હતો.

ડોકલામમાં વિવાદ બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2017માં ભારત અને ચીન વચ્ચે ડોકલામમાં મોટો વિવાદ થયો હતો. અહીં બંને દેશની સેના 73 દિવસ સુધી અમાને-સામને રહી હતી. રાજનીતિક વાતચીત બાદ આ વિવાદ સમાપ્ત થયો હતો. હકીકતમાં ડોકલામમાં ચીનના સૈનિકોએ રસ્તાનું નિર્માણ શરૂ કરી દીધું હતું. ભૂટાનને મદદ કરતા ભારતીય સેના ડોકલામ સુધી પહોંચી ગઈ હતી અને તેણે રસ્તાનું કામ રોકાવી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here