ભારત બંધ: અનેક શહેરોમાં પ્રદર્શન, પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી

0
13

નવી દિલ્હી: આજે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધ (Bharat Bandh) નું એલાન કર્યું છે. આ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે જે સવારથી શરૂ થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ દરમિયાન ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના હાવડામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી છે. આ હડતાળ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે.

ભારત બંધમાં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUS), હિન્દ મજૂર સભા (HMS), ભારતીય વ્યાપાર સંઘોનું કેન્દ્ર (TUCC), સ્વ કર્મચારી મહિલા સંઘ (SEWA), ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU), લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF), યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC), સેક્ટોરલ ઈન્ડિપેન્ડન્ટ ફેડરેશન અને એસોસિએશન ભાગ લેશે. ભાજપ સાથે સંબંધ ધરાવતા ભારતીય મજૂર સંઘ આ ભારત બંધમાં ભાગ લેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here