કોરોના દેશમાં 77 લાખને પાર : ભારતમાં દુનિયાના ઘણા દેશો કરતાં ઓછા લોકોનાં મોત, મહિના પહેલાંની તુલનામાં લગભગ 300થી 400 મોતનો ઘટાડો

0
12

દુનિયાના ઘણા દેશોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. આ સાથે જ મોતની ગતિ પણ આ દેશોમાં વધી ગઈ છે. રાહતની વાત તો એ છે કે ભારતમાં એની વિપરીત મોતની ગતિ ધીમી થઈ રહી છે. દરરોજ હાલ અહીં સરેરાશ 700-800 લોકોનાં સંક્રમણને લીધે મોત થઈ રહ્યાં છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આ આંકડો 1 હજારથી 1100 સુધી પહોંચી ગયો હતો.

આંકડા પર નજર કરીએ તો યુએસમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં દરરોજ જીવ ગુમાવનારોની સંખ્યા ઘટીને 400-600 થઈ ગઈ હતી, જે ફરી એકવાર વધીને 700-800 થઈ ગઈ છે. આ રીતે સ્પેનમાં 50-100 દર્દીનાં મોત થઈ રહ્યાં હતાં, ત્યાં હવે 150થી 290 લોકોનાં મોત થવા માંડ્યાં છે. ભારતમાં અત્યારસુધીમાં 1.16 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 703 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યારસુધીમાં 77 લાખ 5 હજાર 158 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાહતની વાત તો એ છે કે સાજા થનારાનો આંકડો 68 લાખને પાર થઈ ચૂક્યો છે. 68 લાખ 71 હજાર 895 લોકો સાજા થઈ ચૂક્યા છે. હાલ 7 લાખ 15 હજાર 509 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 16 હજાર 653 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 56 હજાર નવા કેસ નોંધાયા અને 79 હજાર 342 લોકો સાજા થયા છે.

આંકડા પર નજર કરીએ તો દેશનાં ટોપ-5 સંક્રમિત રાજ્યોમાં 85%થી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. સૌથી વધુ આંધ્રપ્રદેશમાં 95.09%, તામિલનાડુમાં 9.15% અને ઉત્તરપ્રદેશમાં 91.91% દર્દી સાજા થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં 86.50% અને કર્ણાટકમાં 85.25% લોકો અત્યારસુધીમાં સાજા થઈ ચૂક્યા છે. દેશનો સરેરાશ રિકવરી રેટ 88.82% થઈ ગયો છે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1118 નવા દર્દી નોંધાયા અને 1222 લોકો રિકવર થયા. 17 સંક્રમિતોએ દમ તોડ્યો હતો. અત્યારસુધીમાં 1 લાખ 63 હજાર 296 લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે, જેમાંથી 12 હજાર 386 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 48 હજાર 82 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે 2828 દર્દીનાં મોત થયાં છે.

રાજસ્થાન

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1810 કેસ નોંધાયા, 2865 લોકો રિકવર થયા અને 14 દર્દીનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 78 હજાર 933 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 19 હજાર 185 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 57 હજાર 960 લોકો સાજા થઈ ચૂક્યા છે. 1788 સંક્રમિતોના અત્યારસુધીમાં મોત થયાં છે.

બિહાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1277 નવા દર્દી નોંધાયા અને 1319 લોકો સાજા થયા. 8 સંક્રમિતોના મોત થયાં છે. દર્દીઓનો આંકડો હવે 2 લાખ 8 હજાર 238 થઈ ગયો છે, જેમાં 11 હજાર 10 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 96 હજાર 208 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 1019 સંક્રમિતોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં સંક્રમણને કારણે જીવ ગુમાવનારાનો આંકડો 24 લાખ 633 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 180 દર્દીનાં મોત થયાં છે. 8142 નવા કેસ નોંધાયા અને 23 હજાર 371 લોકો રિકવર થયા છે. અત્યારસુધીમાં 16 લાખ 17 હજાર 658 લોકો સંક્રમિત નોંધાયા છે, જેમાંથી 1 લાખ 58 હજાર 852 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 14 લાખ 15 હજાર 679 લોકો સાજા થઈ ચૂક્યા છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 4 લાખ 61 હજાર 475 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની અંદર 2321 નવા કેસ નોંધાયા અને 3332 લોકો રિકવર થયા છે. 41 દર્દીનાં મોત થઈ ગયાં છે. સંક્રમણથી અત્યારસુધીમાં 4 લાખ 25 હજાર 356 લોકો રિકવર થઈ ચૂક્યા છે. હાલ 29 હજાર 364 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 6755 દર્દીનાં મોત પણ થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here