ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના ચાહકોની સંખ્યા ફ્રાન્સ કરતા વધારે છે: PM મોદી

0
26

પેરિસ, તા.23 ઓગસ્ટ 2019, શુક્રવાર

જી-7 સંમેલનમાં ભાગ લેવા પેરિસ પહોંચેલા નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ પી.એમ મોદીએ પહેલીવાર પ્રવાસી ભારતીયોનું સંબોધન કર્યુ. આ દરમિયાન તેમણે પોતાના 5 વર્ષના કાર્યકાળના લક્ષ્‍યાંકોને લોકો સામે મૂક્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં પોતાના સંબોધનની શરૂઆત ફ્રાન્સની સ્થાનિક ભાષાથી કરી. પી.એમ મોદીએ કહ્યુ કે, ભારત અને ફ્રાન્સની મિત્રતા અતૂટ છે, એવો કોઇ નિર્ણય નથી કે, જેમાં બંન્ને દેશોએ એકબીજાનું સમર્થન ના કર્યુ હોય. સાચી મિત્રતા એ છે કે સુખદુ:ખમાં એકબીજાનો સાથ આપે. ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના ચાહકોની સંખ્યા ફ્રાન્સ કરતા વધારે છે. ફ્રાન્સે જ્યારે ફૂટબોલનો વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારે ભારતમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

પેરિસમાં પી.એમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અમે દેશના ઘણા કુરિવાજોને રેડ કાર્ડ આપ્યુ છે, ભ્રષ્ટાચાર સામે પણ કાર્યવાહી થઇ રહી છે. અમે એ જ દિશામાં જઈએ છીએ, જે સાચી હોય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here