ભારતે ફરી એકવાર ચીન સમક્ષ પોતાનું વલણ કર્યુ સ્પષ્ટ, કહ્યું LACથી ચીની સેના પાછી જાય તે જ યોગ્ય

0
4

ભારતે ફરી એકવાર ચીન સમક્ષ વલણ સ્પષ્ટ કર્યુ છે. ભારતના રાજદૂતે કહ્યું કે, LACથી ચીની સેના પાછી ખેંચે તો યોગ્ય રહેશે. ભારતીય રાજદૂતે ચીની જનરલ સમક્ષ વલણ સ્પષ્ટ કર્યુ છે. હાલ ભારત ચીન કે પાકિસ્તાનની અવળચંડાઈ ચલાવી દેવાના મુડમાં ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે સ્વતંત્રતા દિવસના ભાષણમાં પીએમએ પણ ચીન અને પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે.

  • LACથી ચીની સેના પાછી ખેંચે તો યોગ્ય રહેશેઃ રાજદૂત
  • આશા છે કે ચીન ગંભીરતા દાખવશેઃ વિદેશ મંત્રાલય
  • LAC પર શાંતિ સ્થાપવી એ જરૂરી છેઃ વિદેશ મંત્રાલય

વિક્રમ મિસ્ત્રીએ ચીની જનરલ સી ગુઓવેઈ સાથે મુલાકાત કરી હતી. જેમાં સરહદ મુદ્દે વાતચીત થઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ચીનને સંદેશ આપ્યો છે. તેમણે ચીનને કહ્યું છે કે દ્વિપક્ષીય સંબંધ માટે તાત્કાલિક સેના પાછળ હટવી જરૂરી છે. LAC પર શાંતિ સ્થપાય તે પણ ઘણું જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે સીમાની સ્થિતિ અને બન્ને દેશના સંબંધને અલગ નજરે ન જોઈ શકાય. હજુ પણ ચીની સેના સંપૂર્ણ રીતે બોર્ડરથી પાછી ખસી નથી. બન્ને દેશે પોતાના સૈનિકોને પહેલાની સ્થિતિમાં તૈનાત કરે તેવી રજૂઆત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમને આશા છે કે ચીન ગંભીરતા દાખવશે. જો કે હજુ પણ ફિંગર 4થી 8 વચ્ચે ચીની સેના હટવા તૈયાર નથી. ભારતીય રાજદૂતે કહ્યું કે, ચીન ફિંગર 4થી 8 સુધી તેની સેના પાછી ખેંચે.