ભારત કોરોના ફેલાવાનું ‘સૌથી વધુ જોખમ’ ધરાવતા દેશોમાં સામેલ

0
15

નવી દિલ્હી

ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસનો ફેલાવો વિશ્વના અન્ય દેશોમાં પણ શરૂ થયો છે. એવામાં એક સ્ટડીમાં જણાવાયું છે કે આ વાયરસનો ફેલાવો થવાનું ‘સૌથી વધુ જોખમ’ ધરાવતા ૩૦ દેશોમાં ભારત પણ સામેલ છે. ચીનથી અન્ય દેશોમાં હવાઈ મુસાફરી કરીને આવતા પ્રવાસીઓની સંખ્યાના આધારે થયેલા આ સ્ટડી અનુસાર, થાઈલેન્ડ આ યાદીમાં ટોચ પર રહ્યું છે. યુનિવર્સિટીના સંશોધકોએ નોવેલ કોરોના વાયરસનું સૌથી વધુ જોખમ ધરાવતા દેશો તથા શહેરોની યાદી કમ્પાઈલ કરી છે.

ઉલ્લેખનીય છે કે જ્યાંથી આ વાયરસનો ફેલાવો શરૂ થયો છે એ ચીનમાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત વાયરસના ચેપથી થયા છે. કોરોના વાયરસ અંગેનું સૌથી વધુ જોખમ ધરાવતા અન્ય દેશોમાં પ્રથમ ક્રમે થાઈલેન્ડ છે તો બીજા ક્રમે જાપાન અને ત્રીજા ક્રમે હોંગકોંગનો સમાવેશે થાય છે. આ યાદીમાં અમેરિકા છઠ્ઠા ક્રમે, ઓસ્ટ્રેલિયા ૧૦મા ક્રમે અને ભારત ૨૩મા ક્રમે રહેલું છે. યુનિવર્સિટીની વર્લ્ડપોપ ટીમ દ્વારા કરાયેલા આ અભ્યાસ અનુસાર, થાઈલેન્ડમાં બેંગકોક હાલમાં આ વાયરસના ફેલાવા માટે સૌથી વધુ જોખમી શહેર બન્યું છે. જ્યારે હોંગકોંગ આ યાદીમાં બીજા ક્રમે છે તો તાઈપેઈ શહેરનો ત્રીજો ક્રમ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here