Friday, May 16, 2025
HomeBUSINESSBUSINESS : ભારત 2025માં જાપાનને ઓવરટેક કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ

BUSINESS : ભારત 2025માં જાપાનને ઓવરટેક કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ

- Advertisement -

ભારત ઝડપથી ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક-એપ્રિલ 2025ના રિપોર્ટમાં ભારત 2025માં જાપાનને પાછળ કરી વિશ્વની ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ છે. જે ભારતના અર્થતંત્રના પ્રવાસમાં નોંધનીય સફળતા બનશે.

IMF દ્વારા જારી વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક-એપ્રિલ 2025 રિપોર્ટ અનુસાર, ભારતનો ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટેનો જીડીપી 4187.017 અબજ ડૉલર (અંદાજે રૂ. 348 લાખ કરોડ) થશે. જ્યારે જાપાનનો જીડીપી 4186.43 અબજ ડૉલર (રૂ. 347.9 લાખ કરોડ) નોંધાશે. આ નજીવા તફાવત સાથે ભારત જાપાનને ઓવરટેક કરી વિશ્વની ચોથી મહાસત્તા ધરાવતો દેશ બનશે. હાલ વિશ્વના ટોચના અર્થતંત્રમાં ભારત પાંચમા ક્રમે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular