Wednesday, January 19, 2022
Homeદેશવિદેશભારતે પરમાણુ સંચાલિત સબમરીન એસ-૪ લોંચ કરી : બ્રિટનનો દાવો

ભારતે પરમાણુ સંચાલિત સબમરીન એસ-૪ લોંચ કરી : બ્રિટનનો દાવો

બ્રિટનની જેન્સ ડિફેન્સ જર્નલે સેટેલાઈટ તસવીરોના આધારે એવો દાવો કર્યો છે કે ભારતે શક્તિશાળી પરમાણુ સબમરીન એસ-૪ લોંચ કરી દીધી છે. આ સબમરીનની મારક ક્ષમતા ૩૫૦૦ કિ.મી.ની છે. એમાં આઠ કે-૪ સબમરીન લોંચ બેલાસ્ટિક મિસાઈલ વહન કરવાની પણ ક્ષમતા છે. અહેવાલમાં દાવો થયો હતો કે ભારતે ગત ૨૩મી નવેમ્બરે વિશાખાપટ્ટનમ્ સ્થિત ગુપ્ત શિપ બિલ્ડિંગ સેન્ટરમાં અરિહંત શ્રેણીની એસ-૪ મિસાઈલ લોંચ કરી છે. આ મિસાઈલ અરિહંત શ્રેણીની સૌથી લેટેસ્ટ આવૃત્તિ છે. તેને ડીઆરડીઓ અને ઉર્જા વિભાગે સંયુક્ત રીતે વિકસાવી છે. સાત હજાર ટન વજનની આ સબમરીનમાં આઠ મિસાઈલ લોંચ ટયૂબ લગાવેલા છે. તેનો અર્થ એ કે એમાં આઠ પરમાણુ બેલાસ્ટિક મિસાઈલ વહન થઈ શકે છે.

સંરક્ષણ ક્ષેત્રની આ જર્નલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે ચુપકિદીથી આ પરમાણુ સંચાલિત સબમરીન લોંચ કરીને નૌકાદળની શક્તિમાં વધારો કર્યો છે. અગાઉ આ જ શ્રેણીની આઈએનએસ અરિઘાત અને આઈએનએસ અરિહંત લોંચ થઈ ચૂકી છે. અરિહંતમાં મિસાઈલ લોંચ ટયૂબની સંખ્યા ચાર હતી. આ લેટેસ્ટ સબમરીનમાં એ વધીને આઠ થઈ ગઈ છે.
૩૫૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી આ સબમરીનમાં ૨૪ કે-૧૫ મિસાઈલો પણ તૈનાત થઈ શકશે. ભારતમાં કે-૪ મિસાઈલોના પરીક્ષણો થઈ રહ્યા છે. ભારતની આ પરમાણુ સબમરીન મિસાઈલ અને મિસાઈલ એક સાથે તૈનાત થઈ જશે પછી નૌકાદળ પાકિસ્તાન અને ચીન એમ બંનેને નિશાન બનાવી શકશે.

આ પરમાણુ સબમરીન બનાવવામાં ભારતીય નૌકાદળના નિષ્ણાતો ઉપરાંત રશિયન વિજ્ઞાાનિકોએ મદદ કરી હોવાનું કહેવાયું હતું. આ સબમરીનમાં ૮૨.૫ મેગાવોટનું લાઈટ વોટર રિએક્ટર લગાવવામાં આવ્યું છે. સબમરીન અંગે જોકે, સત્તાવાર રીતે કોઈ જ જાહેરાત થઈ નથી. વ્યૂહાત્મક રીતે આ સબમરીન ભારત માટે ખૂબ જ મહત્વની સાબિત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular