ભારતે બીજા દાવમાં 31 રનમાં 9 વિકેટ ગુમાવી, પૂજારા અને રહાણે શૂન્ય રને આઉટ, કમિન્સ અને હેઝલવુડે 4-4 વિકેટ લીધી

0
0

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે બીજી ઇનિંગ્સમાં 9 વિકેટે 36 રન કર્યા છે. પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાને 53 રનની લીડ મળી હતી. કાંગારું માટે જોશ હેઝલવુડે 5 અને પેટ કમિન્સે 4 વિકેટ લીધી છે.

ટેસ્ટ ક્રિકેટમાં 6 વિકેટે ભારતનો સૌથી ઓછો સ્કોર
ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 42 રનનો છે. ટીમ 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે આટલા રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જોકે આજે ટીમે 19 રનમાં 6 વિકેટ ગુમાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 વિકેટના નુકસાને આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમે સાઉથ આફ્રિકા સામે 1996માં ડરબન ખાતે 25 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યારે ભારત 66 રનમાં ઓલઆઉટ થયું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો લોએસ્ટ સ્કોર:

સ્કોર વિરુદ્ધ સ્થળ વર્ષ
42 ઇંગ્લેન્ડ લોર્ડ્સ 1974
58 ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેન 1947
58 ઇંગ્લેન્ડ માન્ચેસ્ટર 1952
66 સાઉથ આફ્રિકા ડર્બન 1996
વિરાટ કોહલી 4 રને કમિન્સની બોલિંગમાં ગલીમાં ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો.

પૂજારા અને રહાણે શૂન્ય રને આઉટ
ચેતેશ્વર પૂજારા શૂન્ય રને કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી મયંક અગ્રવાલ 9 રને જોશ હેઝલવુડની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે અજિંક્ય રહાણે પણ શૂન્ય રને હેઝલવુડની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો.

મયંકે ટેસ્ટ ક્રિકેટમાં 1 હજાર રન પૂરા કર્યા
મયંકે ટેસ્ટ ક્રિકેટમાં 19મી ઇનિંગ્સ 1 હજાર રન પૂરા કર્યા છે. તે ભારત માટે સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરનાર ખેલાડીઓની સૂચિમાં ત્રીજા સ્થાને છે. વિનોદ કાંબલીએ સૌથી ઝડપી 14 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે ચેતેશ્વર પૂજારા 18 ઇનિંગ્સ સાથે બીજા સ્થાને છે.

મિસ્ડ ચાન્સ: મયંક અગ્રવાલ 2 રને રમી રહ્યો હતો ત્યારે કમિન્સની બોલિંગમાં કાંગારું કેપ્ટન ટિમ પેને તેનો કેચ છોડ્યો હતો.

કમિન્સે પૃથ્વી અને બુમરાહને આઉટ કર્યા
પૃથ્વી શોએ ફરી એકવાર બેટ સાથે નિરાશ કર્યા, તે 4 રને કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ 2 રને કમિન્સની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો.

ઓસ્ટ્રેલિયાને પિન્ક બોલ ટેસ્ટમાં પહેલીવાર લીડ ન મળી
ઓસ્ટ્રેલિયાને પહેલીવાર પિન્ક બોલ ટેસ્ટમાં લીડ મળી નથી. આ પહેલા રમેલી તમામ 7 મેચમાં તેમને ફર્સ્ટ ઇનિંગ્સમાં લીડ મળી હતી. તેમણે આ પહેલાંની ડે-નાઈટ મેચોમાં 22, 124, 287, 215, 179, 287 અને 250 રનની લીડ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા 191 રનમાં ઓલઆઉટ, ભારતને 53 રનની લીડ મળી
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 191 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને 53 રનની લીડ મળી છે. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન ટિમ પેને પોતાના ટેસ્ટ કરિયરની આઠમી ફિફટી ફટકારતા સર્વાધિક 73* રન કર્યા. જ્યારે માર્નસ લબુશેને 47 રનનું યોગદાન આપ્યું. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 4, જ્યારે ઉમેશ યાદવે 3 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here