સાડા ત્રણ દિવસમાં જ ભારતનો પરાજય, ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ 10 વિકેટે જીતી

0
11

ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતા બીજી ઇનિંગ્સમાં પણ જોવા મળી અને તેને કારણે ન્યૂઝીલેન્ડે તેને બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે 10 વિકેટે હરાવ્યુ હતું. ન્યૂઝીલેન્ડે બે મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. વિશ્વમાં દરેક જગ્યાએ શાનદાર બેટિંગ કરનારી ભારતીય ટીમ બન્ને ઇનિંગ્સમાં 356 રન બનાવી શકી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ભારતે માત્ર 165 રન બનાવ્યા હતા.

ભારતીય બેટિંગ ફ્લોપ

ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 348 રન બનાવી ભારત પર 183 રનની લીડ મેળવી લીધી હતી. ભારતીય બેટ્સમેન બીજી ઇનિંગ્સમાં પણ ફ્લોપ રહ્યા હતા અને માત્ર 191 રન જ બનાવી શક્યા હતા જેને કારણે કીવી ટીમે જીતવા માટે 9 રન બનાવવાના હતા. ન્યૂઝીલેન્ડે વિના વિકેટે 9 રન બનાવી મેચને 10 વિકેટે જીતી લીધી હતી.

કોહલીએ પૃથ્વીનો શોનો કર્યો બચાવ

વિરાટ કોહલીએ કહ્યુ કે એક બોલિંગ યૂનિટના રૂપમાં અમે સારૂ પ્રદર્શન કર્યુ. વિકેટ બાદ બેટિંગ માટે સારી થઇ. ન્યૂઝીલેન્ડના અંતિમ ત્રણ બેટ્સમેનોએ 120 રન બનાવ્યા અને અમને મેચની બહાર કરી દીધા. વિરાટ કોહલીએ યુવા ઓપનર પૃથ્વી શોનો બચાવ કર્યો છે. વિરાટ કોહલીએ કહ્યુ કે, ઘરની બહાર વિદેશમાં પૃથ્વીએ કેટલીક મેચ રમી છે. પૃથ્વી નેચરલ સ્ટ્રોકમેકર છે. પૃથ્વી શો જલ્દી રન બનાવવાનો રસ્તો શોધી લેશે.

વિલિયમસને શું કહ્યુ?

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યુ કે ટીમ ઇન્ડિયા સારી છે અને તેની વિરૂદ્ધ જીત મેળવવી મોટી વાત છે. આ મેચમાં 9 વિકેટ ઝડપનારા ટીમ સાઉથીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સાઉથીએ કહ્યુ, ‘પિચ શરૂઆતમાં સારૂ કામ કરી રહી હતી અને બોલરોને મદદ મળી રહી હતી પરંતુ સમય જવાની સાથે સાથે તેની સ્વિંગ ખતમ થઇ રહી હતી. આ જીતથી અમને ઘણો આત્મવિશ્વાસ મળ્યો અને આ સાથે અમે આગળની ટેસ્ટ મેચમાં ઉતરીશું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here