Tuesday, September 28, 2021
Homeભારતને મળ્યા 48મા CJI : જસ્ટિસ એનવી રમનાએ દેશના 48મા ચીફ જસ્ટિસ...
Array

ભારતને મળ્યા 48મા CJI : જસ્ટિસ એનવી રમનાએ દેશના 48મા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની જવાબદારી સંભાળી

જસ્ટિસ એનવી રમનાએ દેશના 48મા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI) તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે તેમને શપથ અપાવ્યા હતા. જસ્ટિસ રમનાએ CJI એસએ બોબડેનું સ્થાન લીધું છે. જસ્ટિસ બોબડે 23 એપ્રિલના રોજ રિટાયર્ડ થઈ ગયા છે. બોબડેએ જ જસ્ટિસ રમનાના નામનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો.

આંધપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ એવા જજ જે CJI બન્યા
જસ્ટિસ રમના આંધપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ એવા જજ છે, જે CJI બની ગયા છે. જસ્ટિસ રમના 26 ઓગસ્ટ 2022ના રોજ રિટાયર્ડ થશે, એટલે કે તેમનો કાર્યકાળ બે વર્ષથી ઓછો બચ્યો છે. નવેમ્બર 2019માં જસ્ટિસ બોબડેએ 47માં CJI તરીકે શપથ લીધા હતા. જસ્ટિસ રંજન ગોગાઈના રિટાયર્ડમેન્ટ પછી જસ્ટિસ બોબડેને CJI બનાવવામાં આવ્યા હતા.

1983માં જસ્ટિસ રમનાએ વકીલાતની શરૂઆત કરી
જસ્ટિસ રમનાનો જન્મ 27 ઓગસ્ટ 1957ના રોજ આંધપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામમાં થયો હતો. 10 ફેબ્રુઆરી 1983ના રોજ તેમણે વકીલાતની શરૂઆત કરી. 27 જૂન 2000ના રોજ તેઓ આંધ્રપ્રદેશની હાઈકોર્ટમાં સ્થાયી જજ તરીકે નિમણૂક પામ્યા હતા. જસ્ટિસ રમનાની ફેબ્રુઆરી 2014માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરાઈ હતી. તેમણે 10 ફેબ્રુઆરી 1983ના રોજ વકીલાતની સાથે કરિયરની શરૂઆત કરી હતી.

આ ત્રણ ઐતિહાસિક ચુકાદામાં રહ્યા જસ્ટિસ રમના

  • જસ્ટિસ રમનાએ 10 ફેબ્રુઆરી 2020ના રોજ જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટના પ્રતિબંધ પર તાત્કાલિક સમીક્ષા કરવાનો ચુકાદો સંભળાવ્યો હતો.
  • તેઓ એ ઐતિહાસિક બેન્ચમાં પણ સામેલ હતા, જેણે 13 નવેમ્બર 2019ના રોજ CJIની ઓફિસને RTIની સીમામાં લાવવાનો ચુકાદો સંભળાવ્યો હતો.
  • જસ્ટિસ રમના અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે જાન્યુઆરી 2021માં ચુકાદો આપ્યો કે કોઈ ઘરેલુ મહિલાના કામની કિંમત તેના ઓફિસ જતા પતિથી ઓછી નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments