વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ મેરી કોમની હાર, ભારતનો મેચ રેફરી સામે વિરોધ

0
20

તા. 12. ઓક્ટોબર 2019 શનિવાર

ભારતની સુપર મોમ બોક્સર મેરી કોમની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમી ફાઈનલમાં હાર થઈ છે.મેરી કોમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો છે.

મેરી કોમને વિશ્વની બીજા નંબરની બોક્સર તુર્કીની બુસેનાઝ સાકિરોગ્લુએ હરાવી હતી.જેના કારણે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિનશિપમાં સાતમી વખત ગોલ્ડ મેડલ મેળવવાનુ મેરી કોમનુ સપનુ રોળાઈ ગયુ હતુ. જોકે ભારતે હાર બાદ તુર્કીની બોક્સરને વિજેતા જાહેર કરવાના મેચ રેફરીના નિર્ણય સામે અપીલ કરી છે.

આ પહેલા તે સેમીફાઈનલમાં પહોંચવાની સાથે જ વિશ્વની પહેલી એવી બોક્સર બની હતી જેણે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ જીત્યો હતો.

પહેલા 48 કિલો વજનની કેટેગરીમાં ભાગ લઈ ચુકેલી મેરી કોમ આ વખતે 51 કિલોની કેટેગરીમાં મેદાનમાં ઉતરી હતી.

48 કિલો વજનની કેટેગરીમાં 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચુકેલી મેરી કોમ પહેલી વખત 51 કિલો વજનની કેટેગરીમાં રમી રહી છે.આ પહેલા તે આ કેટેગરીમાં 2014માં એશિયન ગેમ્સમાં અને 2018માં એશિયાઈ ગેમ્સમાં અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે.આ જ કેટેગરીમાં મેરી કોમ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here