દેશમાં એક્ટિવ કેસમાં એક મહિનાથી સતત ઘટાડો થઈ રહ્યો છે. આ બાબતમાં ભારત હવે બીજાથી ત્રીજા નંબરે આવી ગયો છે. અહીં માત્ર 4.34 ટકા દર્દીઓની સારવાર ચાલી રહી છે. 26 ટકાની સાથે અમેરિકા પ્રથમ નંબરે અને 11 ટકાની સાથે ફ્રાન્સ બીજી નંબરે છે. ઈટાલી અને બેલ્જિયમ પણ ટોપ-5 દેશોમાં સામેલ થયા છે.
દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 83 લાખને વટાવી ગયો છે. અત્યારસુધીમાં 83 લાખ 12 હજાર 947 લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત એ છે કે એમાંથી 76 લાખ 54 હજાર 757 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5 લાખ 33 હજાર 27 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે.
4 રાજ્યમાં કેસ ફરીથી વધવા લાગ્યા
- કેન્દ્રીય સ્વાસ્થ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બરમાં મણિપુર, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી વધી છે. મણિપુરમાં ઓક્ટોબરની શરૂઆતમાં 2000 એક્ટિવ કેસ હતા, જે હવે 3500 થયા છે.
- દિલ્હીમાં 26 હજારથી વધીને 33 હજાર, કેરળમાં 77 હજારથી 86 હજાર અને પશ્ચિમ બંગાળમાં 26 હજારથી વધીને 36 હજાર એક્ટિવ કેસ થઈ ગયા છે. એને રોકવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ફોક્સ કરવું પડશે. ભૂષણે જણાવ્યું હતું કે સંક્રમણનો ઓવરઓલ પોઝિટિવ રેટ 8 ટકાથી ઘટીને 7.4 ટકા થયો છે. વીકલી પોઝિટિવ રેટ પણ 5.2 ટકાથી ઘટીને 4.4 ટકા અને ડેલી પોઝિટિવિટી રેટ 3.7 ટકા થયો છે.
કોરોનાં અપડેટ્સ
- દિલ્હીના આંકડા જણાવી રહ્યા છે કે અહીં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ચાલી રહી છે. અધિકારિક આંકડાઓ અનુસાર, અહીં ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટરવાળાં 1244 ICU બેડમાંથી 837 ફુલ છે. સરકારી હોસ્પિટલોની વાત કરીએ તો એલએનજેપીમાં 200 ICU બેડમાંથી માત્ર 11 જ ખાલી છે. સફદરજંગ હોસ્પિટલમાં 54માંથી એક અને એમ્સ ટ્રોમા સેન્ટરમાં 50માંથી ત્રણ બેડ ખાલી છે.
- હોમ ક્રેડિટ ઈન્ડિયાના તાજા રિપોર્ટ મુજબ કોરોના મહામારી દરમિયાન લગભગ 46 ટકા ભારતીયોએ ઘર ચલાવવા માટે લોન લીધી. મોટા ભાગની લોન સંબંધીઓ અને દોસ્તો પાસેથી લીધી હતી. આ સર્વે મુંબઈ, દિલ્હી, ભોપાલ અને પટના સહિત સાત શહેરોમાં કરવામાં આવ્યો.
- કોરોનાના વધતા કેસોને જોતાં રાજસ્થાન અને ઓડિશાએ ફટાકડાનાં ખરીદી-વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજસ્થાનમાં કોઈ ફટાકડા વેચતું જોવા મળ્યું તો તેને 10 હજારનો દંડ ચૂકવવો પડશે, જ્યારે ફટાકડા ફોડનારને 2 હજાર રૂપિયાનો દંડ થશે.
પાંચ રાજ્યની સ્થિતિ
મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 667 નવા દર્દીઓ મળ્યા, 912 દર્દી સાજા થયા. અત્યારસુધીમાં 1 લાખ 73 હજાર 384 કેસ આવી ચૂક્યા છે. એમાંથી 1 લાખ 62 હજાર 366 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 2794 સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે અને 8044 દર્દીની સારવાર ચાલી રહી છે.
રાજસ્થાન
રાજ્યમાં મંગળવારે 1725 સંક્રમિત મળ્યા, 1219 દર્દી સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 1 લાખ 73 હજાર 384 કેસ આવી ચૂક્યા છે. એમાંથી 1 લાખ 62 હજાર 366 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 2794 સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે.
બિહાર
રાજ્યમાં મંગળવારે 846 કેસ મળ્યા, 875 દર્દી સાજા થયા અને સાતનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 18 હજાર 964 કેસ પ્રકાશમાં આવ્યા છે. એમાંથી 2 લાખ 10 હજાર 855 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1108 સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યા છે. હવે કુલ 7000 દર્દીની સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્ર
મંગળવારે રાજ્યમાં 4909 દર્દી મળ્યા, 6973 સંક્રમિત સાજા થયા અને 120નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 16 લાખ 92 હજાર 693 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 15 લાખ 31 હજાર 277 દર્દી સાજા થઈ ચૂક્યા છે. આ બીમારીને કારણે 44 હજાર 248 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. હાલ 1 લાખ 16 હજાર 593 દર્દીની સારવાર ચાલી રહી છે.
ઉત્તરપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 1726 લોકો પોઝિટિવ મળ્યા હતા. એમાંથી 2210 લોકો સાજા થયા અને 13નાં મોત થયાં છે. દર્દીઓનો કુલ આંકડો અત્યારસુધીમાં 4 લાખ 87 હજાર 335 થયો છે. એમાંથી 4 લાખ 57 હજાર 708 લોકો સાજા થઈ ચૂક્યા છે, 7089 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધીમાં કુલ 22 હજાર 538 દર્દીની સારવાર ચાલી રહી છે.