રિપોર્ટ પ્રમાણે ભારત પાસે પાકિસ્તાન કરતા ઓછા પરમાણુ બોમ્બ

0
4

વિશ્વના મહાવિનાશક હથિયારોની નવી યાદીમાં ન્યૂક્લિયર હથિયારોને લઈ મહત્વનો ખુલાસો થયો છે. પરમાણુ હથિયારો પર નજર રાખતી અમેરિકન સંસ્થા ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના નવા રિપોર્ટ પ્રમાણે ભારત પાસે પાકિસ્તાન કરતા ઓછા પરમાણુ બોમ્બ છે.

પાકિસ્તાન પાસે વધારે પરમાણુ બોમ્બ

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ (એફએએસ)ના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન પાસે ભારત કરતા 5 પરમાણુ બોમ્બ વધારે છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પાસે હાલ 165 પરમાણુ બોમ્બ છે જ્યારે ભારત પાસે 160 પરમાણુ બોમ્બ છે. વર્ષ 1985થી 1990ના સમયગાળા દરમિયાન વિશ્વમાં પરમાણુ હથિયારો બનાવવાની સ્પર્ધા જામી હતી અને તે 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધારે પરમાણુ હથિયારો બની ગયા હતા. જો કે, શીત યુદ્ધ બાદ વિશ્વમાં પરમાણુ હથિયારના ઉત્પાદનની સંખ્યા ઘટી છે. રિપોર્ટ પ્રમાણે 1986માં સમગ્ર વિશ્વમાં 70,300 પરમાણુ હથિયારો હતા જે આંકડો 2021માં ઘટીને 13,100 થઈ ગયો છે.

રશિયા પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર

એફએએસના અહેવાલ પ્રમાણે હાલ વિશ્વમાં રશિયા પાસે સૌથી વધારે પરમાણુ હથિયાર છે. રશિયા પાસે હાલ 6,257 પરમાણુ બોમ્બ છે જે પૈકીના 1,600 બોમ્બને તૈનાત કરીને રાખવામાં આવેલા છે. જ્યારે 4,497 બોમ્બને રશિયાએ રિઝર્વ કરીને રાખ્યા છે.

અમેરિકા પાસે હાલ 5,550 પરમાણુ બોમ્બ છે જેમાંથી 1,800 તૈનાત છે જ્યારે 3,800 બોમ્બ રિઝર્વ કરીને રાખવામાં આવ્યા છે. એક્ટિવ પરમાણુ બોમ્બની વાત કરીએ તો ફ્રાંસ ત્રીજા અને બ્રિટન ચોથા ક્રમે છે.

લિસ્ટ પ્રમાણે ચીન પાસે હાલ 350 પરમાણુ બોમ્બ છે જ્યારે 290 પરમાણુ બોમ્બ સાથે ફ્રાંસ ચોથા અને 195 પરમાણુ બોમ્બ સાથે બ્રિટન પાંચમા નંબરે છે. જો કે, રિપોર્ટમાં ચીનના પરમાણુ બોમ્બની સંખ્યાને લઈ શંકા વ્યક્ત કરવામાં આવેલી છે. બ્રિટન બાદ પાકિસ્તાનનો નંબર આવે છે અને તેના પછી 160 પરમાણુ બોમ્બ સાથે ભારત સાતમા નંબરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here