પાકિસ્તાનની નાપાક હરકત સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

0
17

પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓથી ક્યારેય બહાર નહી આવે આજે ફરી એકવાર પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં કનાચક સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની રેન્જર્સ તરફથી નિયંત્રણ રેખાની પાસે સતત ગોળીબાર થઈ રહ્યો છે. ભારત તરફથી જ્યારથી કાશ્મીર માટે ખુબજ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પાકિસ્તાન બરાબરનું અકળાયુ છે. પોતાના નાપાક ઇરાદાઓ સાથે પાકિસ્તાન હંમેશા છમકલા કરતુ રહે છે.

 

પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરવુ કોઈ નવી વાત નથી. જ્યારથી જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યો છે પાકિસ્તાન બરાબરનું ભડક્યુ છે. સતત કોઈને કોઈ હરકત કરી રહ્યુ છે. આ બાજુ ભારત તરફથી BSFના જવાનોએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પહેલા 1 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાને ફરીથી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતુ. lOC પર હાજીપીર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર ફેંકવામાં આવી રહ્યા છે. ભારતીય સેના પણ હવે ચુપ બેસી રહે તેમ નથી સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી બરાબરનો પાઠ ભણાવ્યો છે.

નિયંત્રણ રેખાની પાસે ઉરી, તંગધાર, ગુરેજ, નૌશેરા સહિત કેટલાયે વિસ્તારોમાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ અને નિર્દોષ નાગરીકોને શિકાૈર બનાવી ભયનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેના આ બદ ઈરાદાઓ ભારત ખુબજ સારી રીતે સમજે છે. પાકિસ્તાને કરેલા આ ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયા છે અને કેટલાક નાગરીકોને ઈજા પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here