Friday, March 29, 2024
Homeમંગળવારે ઇન્દોરમાં ભારત-શ્રીલંકા ટી20,
Array

મંગળવારે ઇન્દોરમાં ભારત-શ્રીલંકા ટી20,

- Advertisement -

ગુવાહાટી

સિરીઝની પ્રથમ ટી20 મેચ કમનસીબે વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ ભારત અને શ્રીલંકા મંગળવારે અહીંના હોલકર સ્ટેડિયમ ખાતેે ટકરાશે ત્યારે સિરીઝનો ખરો પ્રારંભ થશે. આમ ત્રણ મેચની ટી20 સિરીઝ હવે બે મેચની બની ગઈ છે ત્યારે વિરાટ કોહલીની ટીમ બંને મેચ જીતીને 2020ની સાલનો સફળ પ્રારંભ કરવા ઇચ્છશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ સાંજે 7.00 કલાકે શરૂ થશે.

આ મેચ સાથે શિખર ધવનને પોતૈનો દાવો મજબૂત કરવા માટે હવે ્રણને બદલે બે મેચ મળશે અને તેમાં તેણે લોકેશ રાહુલ સાથે સ્પર્ધા કરવાની છે કેમ કે રોહિત શર્મા આરામ કર્યા બાદ પરત ફરશે ત્યારે તેની સાથે કોણ ટકી રહેશે તે જોવાનું રહેશે.આ ઉપરાંત જસપ્રિત બુમરાહ પર પણ સૌની નજર રહેશે. ઇજામાંથી ફિટ થયા બાદ બુમરાહ એકેય મેચ રમ્યો નથી. રવિવારે ગુવાહાટીમાં બુમરાહ પર ઘણી આશા રખાતી હતી પરંતુ હવામાને તમામ આશા પર પાણી ફેરવી નાખ્યું હતું.

આ ઉપરાંત ભૂતપૂર્વ ઓપનર અને પસંદગીકાર ક્રિષ્ણામાચારી શ્રીકાન્તે તો એટલે સુધી કહી દીધું હતું કે ધવન અને રાહુલ વચ્ચે કોઈ સ્પર્ધા જ નથી કેમ કે ટી20 વર્લ્ડ કપમાં તો રોહિત શર્મા સાથે રાહુલ જ ઓપનિંગ કરવાનો છે.
જોકે કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ધવન અને રાહુલમાંથી એકની પસંદગી કરવી કપરી બાબત છે. ધવન પાસે અનુભવ છે તો રાહુલ પાસે ફોર્મ છે. શ્રીલંકા સિરીઝ બાદ બેમાંથી એકનો નિર્ણય લેવાશે.
બીજી તરફ જસપ્રિત બુમરાહના પુનરાગમન સાથે મજબૂત બની ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે ફેવરિટ તો છે જ પરંતુ વિરાટ કોહલીની ટીમની નજર માત્ર આ સિરીઝ જીતવા પર નહીં રહે પરંતુ તે આગામ ટી20 વર્લ્ડ કપ અગાઉ પોતાને વધુ મજબૂત સ્થિતિમાં લાવી દેવાનો પ્રયાસ કરશે.

આ વર્ષ ટી20 વર્લ્ડ કપનું વર્ષ છે અને હવે પછી રમાનારી તમામ મેચમાં દરેક ટીમ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને જ તૈયારી કરશે ત્યારે લસિત મલિંગાની શ્રીલકન ટીમને પણ હળવાશથી લેવાશે નહીં કેમ કે તેમની પાસે પણ કેટલાક પ્રતિભાશાળી ખેલાડી છે જે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન હાંસલ કરવા માટે ભારે પ્રયાસો કરશે.

ભારત :વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, લોકેશ ાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, સંજુ સેમસન, રિશભ પંત, શિવમ દૂબે, યુઝવેન્દ્રસિંહ ચહલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર.

શ્રીલંકા :લસિત મલિંગા (સુકાની), ધનુષ્કા ગુણતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, એંજેલો મેથ્યુઝ, દાસુન શનાકા, કુશલ પરેરા, નિરોશન ડિકવેલ્લા, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, ભાનુકા રાજાપાકસે, ઓશાડા ફર્નાન્ડો, હસારંગા, લાહુરુ કુમારા, કુશલ મેન્ડીસ, લક્ષણ સંદાકન, કાસુન રજિતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular