Monday, January 24, 2022
Homeપ્રથમ વનડે LIVE : ઋષભ પંત અને શ્રેયસ ઐયરની ફિફટી થકી ભારતે...
Array

પ્રથમ વનડે LIVE : ઋષભ પંત અને શ્રેયસ ઐયરની ફિફટી થકી ભારતે વેસ્ટ ઇન્ડિઝને 289 રનનો લક્ષ્યાંક આપ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 50 ઓવરમાં 8 વિકેટે 288 રન કર્યા છે. ટીમ ઇન્ડિયા માટે ઋષભ પંત અને શ્રેયસ ઐયરે અનુક્રમે પોતાની કરિયરની મેડન અને પાંચમી ફિફટી મારી હતી. પંત 71 રને અને ઐયર 70 રને આઉટ થયો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 114 રનની પાર્ટનરશીપ કરી હતી. તે બંને સિવાય કેદાર જાધવ અને રવિન્દ્ર જાડેજાએ પણ 40 અને 21 રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડીઝ માટે શેલ્ડન કોટરેલ, કીમો પોલ અને અલઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી.

રાહુલ-કોહલી સસ્તામાં આઉટ, રોહિત શરૂઆતને કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યો
ચેન્નાઇની ધીમી પિચ પર ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર લોકેશ રાહુલ શેલ્ડન કોટરેલની બોલિંગમાં મીડ-વિકેટ પર હેટમાયરના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલે 15 બોલમાં 6 રન કર્યા હતા. તેના પછી વિરાટ કોહલી તે જ ઓવરમાં ચાર રને કટ એન્ડ બોલ્ડ થયો હતો. 25 રનમાં 2 વિકેટ ગુમાવ્યા પછી રોહિતે ઐયર સાથે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. જોકે રોહિત સ્ટાર્ટને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. તે અલઝારી જોસેફની બોલિંગમાં મીડ વિકેટ પર પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 56 બોલમાં 6 ચોક્કાની મદદથી 36 રન કર્યા હતા. મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર 70 રને જોસેફની બોલિંગમાં પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 5 ફોર અને 1 સિક્સ મારી હતી. જ્યારે પંતે 69 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 71 રન કર્યા હતા. પંત પોલાર્ડની બોલિંગમાં ડીપ સ્કવેરલેગમાં હેટમાયરના હાથે કેચ આઉટ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular