ટી-20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનના ક્રિકેટરોને ભારત વિઝા આપશે

0
8

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમના ક્રિકેટરોને ભારત સરકાર વિઝા આપવા માટે તૈયાર થઈ ગઈ છે.

બંને દેશો વચ્ચે હાલમાં તનાવનો માહોલ છે. ક્રિકેટની સાથે સાથે વેપારી સબંધો પણ તુટી ગયા છે ત્યારે ભારત સરકારની પહેલથી બંને દેશો વચ્ચે ફરી ક્રિકેટ રમાય તેવી શક્યતાઓ પણ વધી છે. ભારત આ વર્ષે ટી 20 વર્લ્ડ કપની યજમાની કરવાનુ છે ત્યારે અત્યાર સુધી પાકિસ્તાની ટીમના તેમાં ભાગ લેશે કે કેમ તે મુદ્દે અનિશ્ચિતતા હતી. પાકિસ્તાને તો એવી પણ માંગ કરી હતી કે, આ વર્લ્ડ કપને ભારતની જગ્યાએ યુએઈમાં રમાડવામાં આવે.

હવે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે કહ્યુ છે કે, સરકારે પાક ટીમને વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે વિઝા આપવાનુ આશ્વાસન આપ્યુ છે. ટી 20 વિશ્વ કપની મેચો ભારતમાં નવ સ્થળોએ રમાશે. ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

અમદાવાદ સિવાય દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદ્રાબાદ, ધર્મશાળા અને લખનૌમાં ટુર્નામેન્ટની મેચો રમાવાની છે. જોકે સ્ટેડિયમમાં લોકોને પ્રવેશ મળશે કે કેમ તે અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here