એક તરફ વાતચીત, બીજી તરફ ધમકી : ચીની મીડિયાએ કહ્યું- લદ્દાખના પેંગોન્ગ ત્સોથી જલ્દી સેનાને હટાવે ભારત, જો યુદ્ધ થશે તો ભારતની સેના લાંબા સમય સુધી ટકી નહિ શકે

0
0

ભારત- ચીન વચ્ચે વાતચીત દરમિયાન ચીન તરફથી ધમકીઓ મળી રહી છે. સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે જો ભારતીય સૈન્ય પેંગોન્ગ ત્સો તળાવ (લદ્દાખ) ના દક્ષિણ ભાગથી દૂર નહિ થાય, તો પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ એટલે કે ચીની આર્મી) સમગ્ર શિયાળા દરમિયાન પણ ત્યાંજ તૈનાત રહેશે.

સરકારી મીડિયાની ટિપ્પણી ફક્ત અહીં સુધી જ અટકી ન હતી. તેણે એવું પણ કહ્યું કે ભારતની સેના નબળી છે. ભારતના ઘણા સૈનિકો ઠંડી અથવા કોરોનામાં મરી જશે. જો બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તો ભારતીય સેનાએ જલ્દી જ હથિયાર નીચે મૂકી દેશે. જો ભારત શાંતિ ઇચ્છે છે, તો બંને દેશોએ નવેમ્બર, 1959ના રોજની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ની સ્થિતિ સ્વીકારવી પડશે. જો ભારત યુદ્ધ ઇચ્છે છે, તો અમે તેની ઈચ્છા પૂરી કરીશું. જોઈએ કે કયો દેશ બીજાને હરાવી શકે છે.

ભારત ભૂલી ગયું કે તે શું હતું’

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું, “ચીને હંમેશાથી ભારતના સન્માનની ચિંતા કરી છે. હવે ભારતની રાષ્ટ્રવાદી તાકાત આ સન્માનનો ફાયદો ઉઠાવવા માંગે છે. તેઓ ભૂલી ગયા કે તેઓ (ભારત) શું છે? આજના માહોલમાં દરેક બાબત સામે રાખવાની જરૂર છે.”

“અમારી તિબેટ મિલેટ્રી કમાન્ડ ભારત તરફથી તણાવને ધ્યાનમાં રાખીને પીએલએને સપોર્ટ કરવા માટે ડ્રોનની મદદ લઈ રહી છે.” આ સાબિત કરે છે કે પીએલએ કોઈપણ પડકાર માટે તૈયાર છે. ”

રાહુલ ગાંધીનું મોદી સરકાર પર નિશાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો છે. ભારત સરકાર તેને પરત લેવા માટેની કોઈ યોજના બનાવી રહી છે કે પછી તેને ‘ ભગવાનની મરજી’ માનીને જ છોડી દેશે? ”

આ તરફ રશિયામાં બંને દેશો વચ્ચે 5 પોઇન્ટ પર સમજૂતી

ભારત- ચીન વિવાદના ઉકેલ માટે 5 પોઇન્ટના પ્લાન માટે સમજૂતી થઇ છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યિ વચ્ચે ગુરુવારે સાંજે મોસ્કોમાં વાતચીત થઇ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સરહદી વિસ્તારોની હાલની પરિસ્થિતિ કોઈના હિતમાં નથી. બંને દેશોના જવાનોએ વાતચીત ચાલુ રાખતા ઝડપથી ડિસએન્ગેજમેન્ટ (વિવાદિત વિસ્તારોમાંથી સૈન્યને દૂર કરવાનું કામ) કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here