ભારત V/S ન્યૂઝીલેન્ડ : ટીમ ઈન્ડિયા 2 સ્પિનર અને 3 ફાસ્ટ બોલર્સની સાથે ઉતરી શકે છે

0
0

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો 18 જૂનથી સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. તમામ એક્સપર્ટ્સ અને ફેન્સની નજર તે વાત પર કેન્દ્રીત છે કે બંને ટીમની પ્લેઈંગ-11માં કયા કયા ખેલાડીઓ હશે. તો આવો ભારત અને ન્યૂઝીલેન્ડની સ્ટ્રેન્થ અને સાઉથમ્પટનની કંડીશન્સના આધારે અનુમાન લગાવીએ કે આ મેચમાં કયા કયા ખેલાડીઓને તક મળી શકે છે.

સાહા અને ઉમેશને તક મળશે તેવી શક્યતા ઘણી જ ઓછી
ભારતે ફાઈનલ માટે જે 15 નામોની જાહેરાત કરી છે તેમાં બે ખેલાડીઓને તક મળવાની આશા ઘણી જ ઓછી છે. આ ખેલાડી વિકેટકીપર ઋદ્ધિમાન સાહા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવ છે. સાહાને અંતિમ 15માં પસંદ કરવાનું મુખ્ય કારણ એ હોય શકે છે કે જો મેચ દરમિયાન રૂષભ પંત ઘાયલ થાય છે તો વિકેટકીપિંગ કરી શકે. ક્રિકેટમાં હવે સબસ્ટીટ્યૂટ વિકેટકીપરની મંજૂરી આપવામાં આવે છે. ઉમેશ આઉટફીલ્ડના સારો ફીલ્ડર છે. તેનો ઉપયોગ સબસ્ટીટ્યૂટ ફીલ્ડર તરીકે પણ કરવામાં આવી શકે છે. સાથે જ આ બંને ખેલાડીની રિપ્લેસમેન્ટની જરૂરિયાત હોય ત્યારે જ કામે આવી શકે છે.

7 બેટ્સમેનની સ્થિતિમાં જ રમી શકશે વિહારી
હનુમા વિહારીને રમાડવામાં આવશે તેવી શક્યતા પણ ઘણી જ ઓછી જોવા મળી રહી છે. જો કે પિચ પર ગ્રીનરી વધુ રહી અને લાંબા સમય સુધી આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહે તો ભારત 7 બેટ્સમેન અને 4 બોલરની રણનીતિ અપનાવી શકે છે. આ સ્થિતમાં જ વિરાહીને તક મળી શકે છે. અત્યાર સુધીમાં જે માહિતી સામે આવી રહી છે, તે દ્રષ્ટીએ વિહારી પણ પ્લેઈંગ-11થી બહાર જ રહેશે.

6-2-3 કોમ્બિનેશનની શક્યતા સૌથી વધુ
ફાઈનલમાં ભારતીય ટીમના જે સંભવિત કોમ્બિનેશનની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે 6-2-3 છે. એટલે કે 6 બેટ્સમેન (પંત સહિત), 2 સ્પિન અને 3 ફાસ્ટ બોલર. એટલે વિહારી, સાહા અને ઉમેશ ઉપરાંત જે 12 ખેલાડીઓ બચે છે તેમાંથી પ્લેઈંગ-11ની પસંદગી શક્ય છે.

ઈશાંત, શમી અને મિરાઝમાં કોઈ બેને તક મળી શકે છે
ટીમ ઈન્ડિયાના ફાઈનલ સિલેક્શનમાં વધુ મુશ્કેલી ફાસ્ટ બોલરની પસંદગીને લઈને જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે પ્રકારે પ્રદર્શન દાખવ્યું છે, તેનાથી તેની પસંદગી લગભગ નક્કી માનવામાં આવે છે. ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજમાંથી કોઈ બે ફાસ્ટ બોલરને તક મળી શકે છે. કેટલાંક વિશેષજ્ઞોનું માનવું છે કે ઈશાંત અને સિરાજમાંથી કોઈ એકની પસંદગી થશે તો કેટલાંક માને છે કે સિરાજ અને શમીમાંથી કોઈ એકને રમાડવામાં આવી શકે છે.

ન્યૂઝીલેન્ડના ટોપ-6 ખેલાડી પણ લગભગ નક્કી
ભારતની જેમ જ ન્યૂઝીલેન્ડના પણ ટોપ-6 ખેલાડી લગભગ નક્કી જ છે. ટોમ લાથમ અને ડેવો કોનવે ઓપનિંગ કરશે. જે બાદ કેપ્ટન કેન વિલિયમ્સન, રોસ ટેલર અને જેક નિકોલ્સનો નંબર આવશે. નંબર 6 પર વિકેટકીપર બીજે વાટલિંગ (ફિટ રહેશે તો) રમશે.

નંબર-7ને લઈને અવઢવમાં ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ મેચથી પહેલાં તે વાતને લઈને અવઢવમાં છે કે નંબર-7 પર કોને ઉતારવામાં આવે. જો કીવી ટીમ બેટિંગને મજબૂતી આપવા માગશે તો આ નંબર પર ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રેડહોમ રમશે. જો કીવી ટીમ સ્પેશિયાલિસ્ટ ચાર ફાસ્ટ બોલર્સની સાથે ઉતરશે તો આ નંબર પર કાઈલ જેમિસનને બેટિંગ કરવી પડી શકે છે.

ગ્રેડહોમ રમશે તો પટેલ અને વેગનરમાંથી કોઈ એકને તક મળશે
જો કીવી ગ્રેડહોમને સામેલ કરવામાં આવશે તો આ સ્થિતિમાં લેફ્ટ આર્મ સ્પિનર અયાઝ પટેલ અને લેફ્ટ આર્મ પેસર નીલ વેગનરમાંથી કોઈ એકને જ તક મળશે. અયાઝ પટેલને બહાર રાખવાની સ્થિતિમાં કીવી આક્રમણના વન ડાયમેન્શલ થઈ જશે તેવો ખતરો છે.

જેમિસન, સાઉથી અને બોલ્ટ રમશે તે લગભગ નિશ્ચિત
ન્યૂઝીલેન્ડ તરફથી ત્રણ-ત્રણ સ્પેશિયલિસ્ટ ફાસ્ટ બોલર્સ રમશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે, જેમાં કાઈલ જેમિસન, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ સામેલ છે. જેમિસને કરિયરની શરૂઆતની બે ટેસ્ટ ભારત વિરૂદ્ધ જ રમી હતી અને તેમાં તેને ઘણું જ સારું પરફોર્મ કર્યું હતું. સાઉથી અને બોલ્ટ કીવી ટીમના સૌથી મોટા હથિયાર ગણવામાં આવે છે, ત્યારે તેઓ હાલ ફીટ છે તે દ્રષ્ટીએ આ બંને ખેલાડી રમશે જ તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

બંને ટીમના સંભવિત પ્લેઈંગ-11
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લાથમ, ડેવોન કોનવે, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજી વાટલિંગ, કોલિન ડિ ગ્રેંડહોમ, કાઈલ જેમિસન, ટિમ સાઉથી, અયાઝ પટેલ અને ટ્રેન્ટ બોલ્ટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here