ભારતની ટ્વિટરને ચેતવણી : લેહને ચીનનો ભાગ દર્શાવ્યો, સરકારે કહ્યું- દેશની અખંડિતતાનું અપમાન ક્યારેય સહન નહીં કરીએ

0
6

ભારતના નકશાને ખોટી રીતે રજૂ કરવા મામલે કેન્દ્ર સરકારે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરને ચેતવણી આપી છે. ટ્વિટરે લેહને ચીનનો ભાગ ગણાવ્યો હતો. ત્યારબાદ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ અજય સાહનીએ ટ્વિટરને એક પત્ર લખીને ચેતવણી આપી હતી કે આ પ્રકારના નકશાને બતાવવો તે ગેરકાયદેસર છે. ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનું અપમાન કરવાના આવા કોઈ પ્રયાસને સહન કરવામાં આવશે નહીં.

વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે ટ્વિટર પર પ્રકાશિત નકશામાં લેહનું જિઓ-લોકેશન ચીનમાં બતાવવામાં આવ્યું. ત્યારા બાદ, ભારત સરકાર તરફથી ટ્વિટરના સીઇઓ જેક ડોર્સેને લખવામાં આવેલ એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે લેહ, લદ્દાખ વિસ્તારનું હેડક્વાર્ટર છે. ભારતીય બંધારણ મુજબ, જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ દેશના અભિન્ન ભાગ છે. પત્રમાં ટ્વિટરની નિષ્પક્ષતા અને તથ્યોને લઈને યોગી રહેવા બાબતે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ભારતની ભાવનાઓનું સન્માન કરીએ છીએ: ટ્વિટર

સરકારના પત્ર બાદ માઇક્રો બ્લોગિંગ સાઇટના પ્રવક્તાએ કહ્યું કે ટ્વિટર ભારત સરકાર સાથે કામ કરવાને લઈને પ્રતિબદ્ધ છે. ટ્વિટર દ્વારા સરકારના પત્ર મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. અને કહ્યું કે તે આ મુદ્દા સાથે જોડાયેલી ભાવનાઓનું સન્માન કરે છે.

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત

લદ્દાખમાં મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે સતત તણાવ રહ્યો છે. ત્યાર પછી ભારતીય સેનાએ શિયાળામાં લદ્દાખની ઉંચાઇવાળા વિસ્તારોમાં રહેવાની તૈયારીઓ કરી લીધી છે.ભારતીય સૈનિકોએ લદ્દાખના પેંગોન્ગ તળાવની દક્ષિણમાં 13 મહત્વપૂર્ણ શિખરો કબજે કર્યા છે, જ્યાં તેઓ માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તૈનાત છે. ભારતે ઉંચાઇવાળા વિસ્તારો માટે વોરફેયર કીટ અને શિયાળાનાં કપડાં અમેરિકા પાસેથી ખરીદ્યા છે. લદ્દાખનો વિસ્તાર સમુદ્ર સપાટીથી 15 હજાર ફૂટની ઉંચાઇ પર છે.

લદ્દાખમાં વિવાદના 5 મહિના

  • 5 મે ના રોજ પૂર્વ લદ્દાખમાં 200 સૈનિકો આમને-સામને આવી ગયા હતા.
  • 9 મે ના રોજ ઉત્તરી સિક્કિમમાં 150 સૈનિકો વચ્ચે અથડામણ સર્જાયું હતુ.
  • 9 મે ના રોજ લદ્દાખમાં ચીને LAC પર હેલિકોપ્ટર મોકલ્યા હતા.
  • ભારત- ચીન વચ્ચે 15 જૂનના રોજ ગલવાનમાં થયેલ અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ચીનના પણ 40 સૈનિકો માર્યા ગયા હતા, પણ ચીને તેને સ્વીકાર્યું ન હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here