ભારતનો 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો, ન્યૂઝીલેન્ડે 5 વિકેટે હરાવ્યું

0
5

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે માઉન્ટ માઉનગુઈ ખાતેની અંતિમ વનડે વિકેટે જીતીને ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. ટીમ ઇન્ડિયાનો વનડેમાં 3 કે તેથી વધુ વનડેની સીરિઝમાં 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો છે. છેલ્લે 1989માં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 5-0થી હરાવ્યું હતું. 297 રનનો પીછો કરતા કિવિઝે 47.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર હેનરી નિકોલ્સે કરિયરની 11મી અને સીરિઝમાં બીજી ફિફટી મારી હતી. તેણે 103 બોલમાં 9 ફોરની મદદથી 80 રન કર્યા હતા. માર્ટિન ગુપ્ટિલે વનડે કરિયરની 37મી ફિફટી ફટકારી હતી. તેણે 46 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. જ્યારે ગ્રાન્ડહોમે 21 બોલમાં ફિફટી મારીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી.

ભારતનો વનડેમાં ત્રીજીવાર વ્હાઇટવોશ થયો:

  • 0-5 vs WI 1983/84
  • 0-5 vs WI 1988/89
  • 0-3 vs NZ 2019/20

ન્યૂઝીલેન્ડ માટે વનડેમાં ઓપનર તરીકે સૌથી વધુ રન:

  • 6178 માર્ટિન ગુપ્ટિલ*
  • 6176 નેથન એશ્લે
  • 3604 જોન રાઈટ
  • 3363 બ્રેન્ડન મેક્કુલમ
  • 3280 સ્ટીફન ફ્લેમિંગ

ભારતે 297 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં માઉન્ટ માઉનગુઈ ખાતે 50 ઓવરમાં 7 વિકેટે 296 રન કર્યા છે. વિકેટકીપર લોકેશ રાહુલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા વનડે કરિયરની ચોથી સેન્ચુરી મારી હતી. તેણે 113 બોલમાં 9 ફોર અને 2 સિક્સની મદદથી 112 રન કર્યા હતા. તેના સિવાય શ્રેયસ ઐયરે કરિયરની આઠમી ફિફટી ફટકારતા 63 બોલમાં 9 ફોરની મદદથી 62 રન કર્યા હતા. તેમજ મનીષ પાંડેએ છઠ્ઠા ક્રમે 42 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે અને રાહુલે પાંચમી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે હેમિશ બેનેટે 4 વિકેટ લીધી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here