Thursday, April 18, 2024
Homeભારત vs ઈંગ્લેન્ડ : ભારત પ્રથમ દાવમાં 365 રનમાં ઓલઆઉટ,160 રનની લીડ...
Array

ભારત vs ઈંગ્લેન્ડ : ભારત પ્રથમ દાવમાં 365 રનમાં ઓલઆઉટ,160 રનની લીડ મળી : પંતની સદી , સુંદર 96 રને અણનમ રહ્યો.

- Advertisement -

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 365 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 205 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમે 160 રનની લીડ મેળવી લીધી છે. ઋષભ પંતે 101 રનની ઇનિંગ રમી. જ્યારે વોશિંગ્ટન સુંદર 96 રને અણનમ રહ્યો.

ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે 7 વિકેટે 294 રનથી આગળ રમતા ઝડપી શરૂઆત કરી હતી. પ્રથમ કલાકમાં તેણે લગભગ 3.5 ની રનરેટથી 50 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે 8મી વિકેટ માટે 179 બોલમાં 106 રનની ભાગીદારી કરી હતી. અક્ષર 43 રન બનાવીને રનઆઉટ થયો હતો. સુંદરે 174 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 96* રન કર્યા.

સુંદરના નંબર-7 અથવા તેથી નીચે બેટિંગ કરતાં સૌથી વધુ રન

વોશિંગ્ટન સુંદર આ વર્ષે નંબર-7 અથવા તેથી નીચે બેટિંગ કરતાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે, તેણે હવે 1 જાન્યુઆરી, 2021થી નંબર 7 અથવા નીચે 4 ટેસ્ટ મેચોની 6 ઈનિંગ્સમાં અત્યાર સુધી 250+ બનાવ્યા છે. બીજા સ્થાને પાકિસ્તાનના ફહિમ અશરફ છે. અશરફે 247 રન બનાવ્યા છે. ભારતના રવિચંદ્રન અશ્વિન 238 રન સાથે ત્રીજા સ્થાન પર છે.

પંત-સુંદરની સદીની ભાગીદારીથી ભારતને મળ્યો ફાયદો

  • ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગ્સમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી. મેચના પ્રથમ દિવસે ઓપનર શુભમન ગિલ સતત 5મી ઇનિંગ્સમાં અસફળ રહ્યો. ઈનિંગ્સની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર શુભમન ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો. જેમ્સ એંડરસને તેને LBW કર્યો.
  • ભારતીય ટીમે બીજા દિવસે 1 વિકેટ પર 24 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટીમ 17 રન જ બનાવ્યા હતા કે તેણે 2 વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા છટેશ્વર પૂજારા (17)ને જેક લીચે LBW કર્યો. ત્યાર બાદ કેપ્ટન વિરાહ કોહલી ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. તેણે ફાસ્ટર બેન સ્ટોકસે આઉટ કર્યો હતો.
  • 80 રન પર ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો મળ્યો. અજિંક્ય રહાણે (27 રન)ને જેમ્સ એન્ડરસને કેચ આઉટ કરાવ્યો. અહીંથી, રોહિતે પંત સાથે 5મી વિકેટ માટે 41 રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને સંભાળી હતી. પરંતુ રોહિત પણ આઉટ થયો હતો.
  • અશ્વિન પણ વધુ સમય રમી શક્યો નહીં, પરંતુ પંતે બીજો છેડો જાળવી રાખ્યો. તેણે વોશિંગ્ટન સુંદર સાથે 7 મી વિકેટ માટે 158 બોલમાં 113 રનની ભાગીદારી કરી ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે મજબૂત બનાવી હતી. તે આ મેચની પ્રથમ સદીની ભાગીદારી હતી.

ઋષભ પંતે 17 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી

પંતે 118 બોલ પર 101 રનની ઈનિંગ્સ રમી. આ તેમની કારકિર્દીની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી. એંડરશનના બોલ પર જો રુટે પંતનો કેચ ઝડપ્યો. વિકેટકીપર બેટ્સમેન પંતે 17 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી. આ અગાઉ તેણે જાન્યુઆરી 2019માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 159 રનની ઇનિંગ્સ રમી હતી. આ બે સદીઓની વચ્ચે તે 2 વખત નર્વસ 90. (97, 91)એ શિકાર બન્યો હતો. એકવાર તેણે અણનમ 89 રન બનાવ્યા હતા. તે જ સિરીઝની પહેલી મેચની પ્રથમ ઇનિંગ્સમાં તે 91 રને આઉટ થયો હતો.

અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચોથી સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર પણ બની શકે છે. તેણે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, વનડે, ટી-20) મળીને 606 વિકેટ ઝડપી છે. અનિલ કુંબલે (956 વિકેટ), હરભજન સિંઘ (711 વિકેટ), કપિલ દેવ (687 વિકેટ) અને જહીર ખાન (610 વિકેટ) તેનાથી આગળ છે.

બીજા દિવસે ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાને 89 રનની લીડ મળી હતી.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ સામે 89 રનની લીડ લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે 7 વિકેટે 294 રનથી આગળ રમવાનું શરૂ કરશે. વોશિંગ્ટન સુંદર (60) અને અક્ષર પટેલ (11) અણનમ છે. વોશિંગ્ટને કારકિર્દીમાં તેની ત્રીજી ટેસ્ટ ફિફ્ટી બનાવી. જ્યારે, ઇંગ્લિશ ટીમે પ્રથમ દાવમાં 205 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 205 રન બનાવ્યા

  • ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીરીને પ્રથમ બેટિંગ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં 205 રન બનાવાયા હતા. બેન સ્ટોક્સે 55 રન, ડેન લોરેંસે 46, ઓલી પોપે 29 અને જોની બેયરસ્ટોએ 28 રન બનાવ્યા હતા. સ્ટોકસે ટેસ્ટ કારકિર્દીની 24મી ફિફ્ટી બનાવી. અક્ષર પટેલે 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રવિચંદ્રન અશવીને 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી.
  • અક્ષરે જેક ક્રાઉલી, ડોમ સિબ્લી, ડેન લોરેન્સ અને ડોમ બેસને આઉટ કર્યો. સિરાજે બેયરસ્ટો અને જો રૂટને પેવેલિયન મોકલ્યો. જ્યારે, અશ્વિને ઓલી પોપ, બેન ફોક્સ અને જેક લીચને આઉટ કર્યો. વોશિંગ્ટન સુંદરને એક વિકેટ મળી. તેણે બેન સ્ટોક્સને LBW કર્યો.

કપિલ દેવ અને બિશન સિંહને પાછળ ધકેલી શકે છે

અશ્વિન ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયમાં કપિલ દેવ અને બિશનસિંહ બેદીને પાછળ ધકેલી શકે છે. અશ્વિને ઇંગ્લેન્ડ સામે અત્યાર સુધીમાં 83 વિકેટ ઝડપી છે. જ્યારે, બેદી અને કપિલે 85-85 વિકેટ લીધી છે.

એન્ડરસન તોડી શકે છે અનિલ કુંબલેનો રેકોર્ડ

છેલ્લી ટેસ્ટમાં સ્પિન ટ્રેક પર જેમ્સ એન્ડરસન 3 વિકેટ ઝડપી ચુક્યો છે. તેણે શુભમન ગિલ, અજિંક્ય રહાણે અને ઋષભ પંતને પેવેલિયન મોકલ્યા છે. તેની ટેસ્ટમાં હવે તેની પાસે 614 વિકેટ થઈ ગઈ છે. તેઓ અનિલ કુંબલેનો 619 વિકેટનો રેકોર્ડ તોડવાની નજીક છે. સાથે જ એન્ડરસનની ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, વનડે, ટી 20)માં 900+ વિકેટ થઈ ગઈ છે.

સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ

ઇંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડે 227 રને જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ 317 રને અને ત્રીજી મેચ 10 વિકેટે જીતીને મજબૂતાઈ મેળવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular